રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ પાસે રામકો સોસાયટીમાં બહેનના ઘરે આવેલા ભાઈએ જીવન ટૂંકાવ્યું


SHARE









મોરબીના ઘુટુ પાસે રામકો સોસાયટીમાં બહેનના ઘરે આવેલા ભાઈએ જીવન ટૂંકાવ્યું

મોરબી નજીકના ઘુટુ ગામ નજીક આવેલ રામકો સોસાયટીમાં બહેનના ઘરે આવેલા ભાઈએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતકના કાકા તેના ડેડબોડીને લઈને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારીમાં પંચની મેલડી માતાજીના મંદિર પાસે રહેતો હરેશભાઈ નારણભાઈ સનુરા (૨૮) નામનો યુવાન મોરબી નજીકના ગામ પાસે આવેલ ઘૂટું ગામ નજીક રામકો સોસાયટીમાં રહેતા તેના બહેન હંસાબેનના ઘરે ગયો હતો અને ત્યાં તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના ડેડબોડીને તેના કાકા ભરતભાઈ અમરશીભાઈ સનુરા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવતા ડોક્ટરને તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં મૃતકના પરિવારજન પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના બહેન અને બનેવી કામે ગયા હતા અને યુવાન તેના બહેનના ઘરે એકલો હતો દરમિયાન તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને બહેનના ઘરે આપઘાત કરી લીધેલ છે હાલમાં મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બે બીયર
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની પાસેથી ૨૦૦ ની કિંમતના બિયરના ટીન કબજે કર્યા હતા અને દિપકભાઈ રાજુભાઈ બુધ્ધદેવ જાતે લોહાણા (૨૮) રહે. વાઘપરા શેરી નં-૩ મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News