મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર અને ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૧૫ પકડાયા, ૨ ફરાર


SHARE







મોરબીના ત્રાજપર અને ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૧૫ પકડાયા, ૨ ફરાર

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા જુદાજુદા બે વિસ્તારમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમી રહેલા નવ શખ્સો પૈકી સાત પકડાયા હતા અને બે જુગારી નાસી ગયા હતા જો કે, પોલીસે રોકડા ૨૨૩૦૦ કબ્જે કર્યા હતા જ્યારે મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રેડ કરી હતી ત્યારે જુગાર રમતા આઠ શખ્સો ૧૫૬૫૦ ની રોકડા સાથે પકડાયા હતા

મોરબીમાં ત્રાજપર ખારી વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમી રહેલા જયેશ જયંતિ માકાસણા જાતે પટેલ (૨૫), રહે ધરમપુર નવા પ્લોટ, લાલજી શંકરભાઈ કગથરા જાતે કોળી (૧૯) રહે. કબીર ટેકરી જેલ રોડ મોરબી, સુનિલ ગોરધન સુરેલા જાતે કોળી (૧૯) રહે ઇન્દીરાનગર, રવિ રમેશ અગેચાણીયા જાતે કોળી (૨૨) રહે. કબીર ટેકરી જેલ રોડ, મયુર ચુનીલાલ અગેચાણીયા જાતે કોળી (૪૮) રહે ત્રાજપર ખારી, નાસીર અનવર માલાણી જાતે મિયાણા (૧૯) રહે કાંતિનગર અને અવેસ તૈયાબ સમતાણી જાતે મિયાણા (૩૨) રહે. ત્રાજપર ખારી વાળાઓ સ્થળ ઉપરથી મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૨૩૦૦ ની રોકડા કબજે કરી હતી અને પોલીસને જોઈને રવિ કુવરિયા અને હકા કુવરિયા રહે. બંને ત્રાજપર ખારી વાળા ભાગી ગયેલ હોય તેને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે

તો બીજી રેડ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ગામના ઇન્દિરાનગર વિસ્તારમાં કરવામાં આવી હતી જેમાં ઇન્દિરાનગરના મફતપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા પ્રકાશ સોમા મકવાણા જાતે કોળી (૨૫), સોમા લાખા મકવાણા જાતે કોળી (૫૫), સુરેશ ધનજી વરાણીયા જાતે કોળી (૪૨), દિનેશ કાંતિ બારૈયા જાતે કોળી (૩૦), શામજી ગંગારામ પાટડીયા જાતે કોળી (૩૦), ભરત મગન વરાણીયા જાતે કોળી (૪૦), ગાંડુ નારણ ટીડાણી જાતે કોળી (૨૮) અને શામજી દેવજી વરાણીયા જાતે કોળી (૪૫) રહે. બધા ઇન્દિરાનગર મફતપરા અને ત્રાજપર ભરવાડવાસ વાળની ધરપકડ કરી છે અને તેની પાસેથી રોકડા ૧૫૬૫૦ કબ્જે કરેલ છે






Latest News