મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા રેલ્વેની સુવિધાઓ વધારવા ડીઆરએમને રજૂઆત


SHARE







મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા રેલ્વેની સુવિધાઓ વધારવા ડીઆરએમને રજૂઆત

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા વેસ્ટર્ન રેલ્વે રાજકોટના ડી.આર.એમ. સાથે યોજાયેલ જુદાજુદા એસો.ના પ્રતિનિધિની મિટિંગમાં મોરબી જિલ્લાના લોકોની રેલવેની સુવિધાઓમાં વધારો થાય તેના માટેની રજૂઆત કરવામાં આવી છે

વેસ્ટર્ન રેલ્વે રાજકોટના ડી.આર.એમ. અનિલ જૈનના અધ્યક્ષ સ્થાને મોરબી રેલવેના વિવિધ પ્રશ્નો અને વિકાસ માટેની મીટીંગ તાજેતરમાં યોજાઈ હતી આ મિટિંગમાં મોરબીના જુદા જુદા ઉદ્યોગિક એસો.ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જે. પટેલ દ્વારા જુદી જુદી રજૂઆત કરવામાં આવી હતી જેમાં મોરબી નજરબાગ, વાંકાનેર, માળીયા મીયાણા, હળવદ રેલ્વે સ્ટેશનની આધુનિક બનાવવા,  કચ્છ થી મુંબઈ, દિલ્લી અને ચેન્નઈ જતી લાંબી અંતરની ટ્રેનોને વાયા મોરબી થઈ ચલાવવી, રાજકોટ જામનગર પોરબંદરથી લાંબા અંતરની ટ્રેનો વાંકાનેર થઈને ચાલે છે તેમાં વાંકાનેરને સ્ટોપ આપવામાં આવે અને મોરબી વાંકાનેર વચ્ચેની રેલવે ફાટકને પોહળી કરી ટ્રાફિક સમસ્યા નિવારવા માટેની રજૂઆત કરી છે  અને મોરબી જિલ્લાના આધુનિક વિકાસને ધ્યાનમાં લઇ રેલવે કન્ટેનર ડીપો આધુનિક અને વિશાળ બનાવવાની માંગ કરેલ છે






Latest News