હળવદના મંગળપુર ગામની એક દીકરી અને ત્રણ દિકરાઓએ કુસ્તીમાં નેપાળમાં હરીફોને ધૂળ ચટાડી
મોરબી તાલુકાનાં મોડપર ગામેથી સગીરનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ
SHARE









મોરબી તાલુકાનાં મોડપર ગામેથી સગીરનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ
મોરબી તાલુકાના મોડપર ગામેથી છ માસ પહેલા સગીરવયની બાળાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ ઝડપી લીધે છે અને સગીરને પણ શોધી કાઢેલ છે
મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના ઇન્ચાર્જ પીઆઇ વી.બી.જાડેજાએ સ્ટાફના માણસોને જરૂરી કાર્યવાહી કરી ભોગબનનારને શોધી કાઢવા સુચના આપી હતી ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ ૨૦૧૨ ની કલમ -૧૮ મુજબનો ગુના નોંધાયો હતો અને ભોગબનનાર તથા આરોપી પોરબંદર જિલ્લાના સોઢાણા ગામે હોવાની માહિતી દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાને મલાઈ હતી જેથી કરીને સોઢાણા ગામે જઇ તપાસ કરતા આરોપી તથા ભોગબનનાર ખેત મજુરી કામ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના વિંઝલપર ગામે ખેતમજુરી કામ કરવા જતા રહેલ હોવાની માહિતી મળી હતી જેથી કરીને ત્યાં તપાસ કરતા આરોપી કૈલાષ ઉર્ફે પપ્પુ સોમાભાઇ દેલવાડીયા જાતે દેવીપુજક (ઉમર ૨૭) રહે. મોડપર તાલુકો મોરબી વાળો મળી આવ્યો હતો અને ભોગબનનાર સગીરા પણ મળી હતી જેથી કરીને પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી
