મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે મેળનું મંત્રીઓના હસ્તે કરવામાં આવશે ઉદ્ઘાટન


SHARE











વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે મેળનું મંત્રીઓના હસ્તે કરવામાં આવશે ઉદ્ઘાટન

શ્રવણ મહિનામાં શિવા ભક્તો દ્વારા શિવાજીનું દુધાભીષેક, બીલીપત્ર, પુષ્પ, અબીલ ગુલાલથી પૂજન આર્ચન કરવામાં આવતું હોય છે જો કે, શ્રાવણ મહિનામાં જુદાજુદા શહેરોમાં લોકમેળા યોજવામાં આવે છે પરંતુ સૌ પ્રથમ મેળો મોરબી જીલ્લામાં આવેલ રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ છે આવી જ રીતે આ વર્ષે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને ભાનુબેન બાબરિયાના હસ્તે કરવામાં આવશે

શ્રાવણ મહિનાને શિવજીનો મહિનો કહેવામાં આવે છે અને શિવભક્તો આ મહિનામાં શિવ માય બની જાય છે જો કે, શ્રાવણ મહિનામાં જુદાજુદા શહેરોમાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોચે પરંતુ ભારતમાં સૌ પ્રથમ લોકમેળો મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં સજનપર ગામથી આશરે ૩ કિમિ દૂર આવેલા જડેશ્વર મહાદેવ કે જે રત્ન ટેકરી ઉપર સ્વયંભૂ પ્રગટ થયા છે. તેના સાનિધ્યમાં યોજાઈ છે આ મેળાનું આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે જેનું રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને ભાનુબેન બાબરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે જો કે, તે ઉપરાંત સાંસદ મોહનભાઇ કુંડારિયા અને કેશરિદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, પ્રકાશભાઈ વરમોરા અને રિવાબા જાડેજા પણ હાજર રહેવાના છે અને તા ૨૭/૮ ને રવિવારે સવારે ૧૦ વાગ્યે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેવું ત્યાના મહંત રતિલાલજી રવિશંકર ત્રિવેદી અને લઘુમહંત જીતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેર, મોરબી તથા ટંકારા તાલુકાના ત્રીભેટ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે શિવજીની પૂજા કરવા માટે શ્રાવણ મહિનામાં લોકો ઉમટી પડે છે અને ત્યારે ત્યાં યોજાતા બે દિવસીય મેળાનો પણ લાભ લેતા હોય છે




Latest News