મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મમુદાઢીની હત્યા કરનારા ખુલ્લા વંડાના ત્રણ હથિયાર-૧૩ જીવતા કર્ટિસ ફેંકીને નાશી ગયા !: ૫ આરોપીના ૩૦ મી સુધી રિમાન્ડ


SHARE







મોરબીમાં મમુદાઢીની હત્યા કરનારા ખુલ્લા વંડાના ત્રણ હથિયાર-૧૩ જીવતા કર્ટિસ ફેંકીને નાશી ગયા !: ૫ આરોપીના ૩૦ મી સુધી રિમાન્ડ

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર ફાયરીંગ કરીને મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં ઈમરાન ઉર્ફે બોટલ સહિત વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ત્રણ હથિયાર અને ૧૩ જીવતા કર્ટિસ પણ કબજે કરવામાં આવ્યા છે જો કે, હત્યાના આ ચકચારી ગુનામાં મુખ્ય સૂત્રધાર રફીક માંડવિયા સાહિત પોલીસે અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરેલ હતી જેથી આ ગુનામા આજ સુધીમાં કુલ મળીને ૧૦ આરોપી પકડાયેલા છે જો કે, હજુ પણ ત્રણ આરોપીને પકડવાના બાકી છે તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે થોડા દિવસો પહેલા કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હતી તે બનાવમાં મૃતક હનીફભાઇ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણીએ રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે તેના પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે છેલ્લે ઇમરાનભાઇ ઉર્ફે બોટલ હનીફભાઇ ચાનીયા જાતે સંધી, અસ્લમ ઉર્ફે ટાવર અકબરભાઇ કલાડીયા જાતે ઘાંચી, રમીઝભાઇ હુશેનભાઇ ચાનીયા જાતે સંધી, કૌશીક ઉર્ફે કવો રમેશચંન્દ્ર રામાનુજ જાતે બાવાજી અને સુનિલભાઇ ઉમેશભાઇ સોલંકીની  ધરપકડ કરી છે આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આગામી ૩૦ મી સુધીના રિમાન્ડ મંજૂર કરલે છે

મોરબીમાં ફાયરિંગ કરીને કરવામાં આવેલ હત્યાના ચકચારી બનાવમાં પોલીસે અગાઉ આરોપી ઇસ્માઇલભાઈ યારમામદ બ્લોચઇમરાનભાઈ યારમામદ બ્લોચરિયાઝ રજાક દોસાણીએઝાઝ આમદ ચાનીયા અને મુખ્ય સૂત્રધાર ગણાતા આરોપી રફીક રજાકભાઇ માંડવીયાની ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ પૂરા થઈ ગયા હોવાથી પોલીસે તેને જેલ હવાલે કરેલ છે પોલીસના કહેવા મુજબ રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયા અને આરીફ ગુલામભાઇ મીર સહિતના આરોપીઓને મૃતકની સાથે કોઈને કોઈ બાબતે વાંધો હતો જેથી કરીને તેનો સમાન ઇરાદો પાર પાડવા માટે આરોપીઓએ કાવતરું રચીને હનીફભાઇ ઉર્ફે મમુદાઢીની હત્યા કરેલ છે અને છેલ્લે પકડાયેલા પાંચ આરોપીએ આપેલ કબૂલતના આધારે પોલીસે મોરબીના પરસોતમ ચોક પાસે આવેલ ખુલ્લા વંડામાથી ત્રણ હથિયાર અને ૧૩ જીવતા કર્ટિસ કબજે કરેલા છે અને આ ગુનામાં આરીફ ગુલામભાઇ મીર સહિતના ત્રણ આરોપીને પકડવાના બાકી હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને છેલ્લે પકડાયેલા પાંચેય આરોપીઓના કોર્ટે આગામી ૩૦ મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છ






Latest News