મોરબીની ભારતી વિદ્યાલયમાં લોકશાહીનું જતન કરવા માટે જીએસ અને મોનિટરની ચુંટણી યોજાઇ
25-09-2021 08:47 PM
SHARE
JOIN OUR GROUP
મોરબીની ભારતી વિદ્યાલયમાં લોકશાહીનું જતન કરવા માટે જીએસ અને મોનિટરની ચુંટણી યોજાઇ
મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિદ્યાલય શાળામાં લોકશાહી પ્રણાલી મુજબ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ગના મોનિટર અને જીએસની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ હતી આ ચૂંટણી પ્રક્રિયામાં શાળાના ધોરણ ૬ થી૧૨ ના કુલ ૪૮ વિદ્યાર્થીએ વર્ગખંડમાં મોનિટર તરીકે ઉમેદવારી નોંધાવી હતી તેમજ ૧૫ વિદ્યાર્થીઓએ શાળાના ૬ થી ૮ અને ૯ થી ૧૨ ના માધ્યમમાં GS (જનરલ સેક્રેટરી) માટે પોતાનું નામાંકન કરાવ્યુ હતું
આ ચૂંટણી જૂની અને વિશ્વસનીય પદ્ધતિ એટલે કે બેલેટ પેપરથી કરવામાં આવેલ હતી. જેમાં વિદ્યાર્થીને તેમને યોગ્ય લાગતા એક ભાઈ અને એક બેન એમ બંને વ્યક્તિને એક - એક મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો આ પ્રક્રિયામાં શાળાના ધો. ૬ થી ના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહ અને ઉમંગ થી ભાગ લીધેલ તેમજ સરેરાશ ચૂંટણી મતદાનની ટકાવારી ૮૯.૧૮ % થઇ હતી. જેમાં ધો ૧૨ ના વિદ્યાર્થીઓએ દ્વારા ૧૦૦ % મતદાન કરવામાં આવેલ હતું તો શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતાએ જણાવ્યુ હતું કે, આ ચૂંટણી પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને ઘણું જાણવા મળ્યું છે અને ભવિષ્યમાં જ્યારે ૧૮ વર્ષની ઉંમર બાદ મત દેવાનો અધિકાર તેઓને મળશે ત્યારે તેમને આ ઉપયોગી બનશે અને આ તકે શાળા સ્થાપક લાલજીભાઈ મહેતા, શાળાના માર્ગદર્શક કિશોરભાઈ જાની અને દિપેનભાઈ ભટ્ટ આવ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા શાળા સ્ટાફ પરિવારે જે જહેમત ઉઠાવી હતી