મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિદ્યાલયમાં લોકશાહીનું જતન કરવા માટે જીએસ અને મોનિટરની ચુંટણી યોજાઇ


SHARE







મોરબીની ભારતી વિદ્યાલયમાં લોકશાહીનું જતન કરવા માટે જીએસ અને મોનિટરની ચુંટણી યોજાઇ

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિદ્યાલય શાળામાં લોકશાહી પ્રણાલી મુજબ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ગના મોનિટર અને જીએસની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ હતી આ ચૂંટણી પ્રક્રિયામાં શાળાના ધોરણ ૬ થી૧૨ ના કુલ ૪૮ વિદ્યાર્થીએ વર્ગખંડમાં મોનિટર તરીકે ઉમેદવારી નોંધાવી હતી તેમજ ૧૫ વિદ્યાર્થીઓએ શાળાના ૬ થી ૮ અને ૯ થી ૧૨ ના માધ્યમમાં GS (જનરલ સેક્રેટરી) માટે પોતાનું નામાંકન કરાવ્યુ હતું

આ ચૂંટણી જૂની અને વિશ્વસનીય પદ્ધતિ એટલે કે બેલેટ પેપરથી કરવામાં આવેલ હતી. જેમાં વિદ્યાર્થીને તેમને યોગ્ય લાગતા એક ભાઈ અને એક બેન એમ બંને વ્યક્તિને એક - એક મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો આ પ્રક્રિયામાં શાળાના ધો. ૬ થી ના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહ અને ઉમંગ થી ભાગ લીધેલ તેમજ સરેરાશ ચૂંટણી મતદાનની ટકાવારી ૮૯.૧૮ % થઇ હતી. જેમાં ધો ૧૨ ના વિદ્યાર્થીઓએ દ્વારા ૧૦૦ % મતદાન કરવામાં આવેલ હતું તો શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતાએ જણાવ્યુ હતું કે, આ ચૂંટણી પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને ઘણું જાણવા મળ્યું છે અને ભવિષ્યમાં જ્યારે ૧૮ વર્ષની ઉંમર બાદ મત દેવાનો અધિકાર તેઓને મળશે ત્યારે તેમને આ ઉપયોગી બનશે અને આ તકે શાળા સ્થાપક લાલજીભાઈ મહેતાશાળાના માર્ગદર્શક કિશોરભાઈ જાની અને દિપેનભાઈ ભટ્ટ આવ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા શાળા સ્ટાફ પરિવારે જે જહેમત ઉઠાવી હતી 






Latest News