હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

હળવદમાં સગીરા સાથે દુષ્કર્મ આચરીને ફોટો-વિડિયો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ


SHARE

















હળવદમાં સગીરા સાથે દુષ્કર્મ આચરીને ફોટો-વિડિયો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ

હળવદમાં રહેતી સગીરા સાથે બે શખ્સો દ્વારા દુષ્કર્મ આચરીને તેના ફોટો વિડિયો ઉતારી લઇને તેને વાયરલ કરવાના ધમકી આપીને અવાર - નવાર સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની હાલમાં ભોગ બનેલ સગીરાએ ફરીયાદ નોંધાવી છે જેમા તેને જણાવ્યુ છે કે, તેના ભાઈને મારી નાંખવાની ધમકી આપતા હતા હાલમાં હળવદ પોલીસે ફરિયાદ લઇને આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લામાં હળવદની સગીરા સાથે ખારી વાડી વિસ્તારમાં રહેતા જયેશભાઈ ચંદુભાઇ કણઝરીયા અને ગોરી દરવાજા વિસ્તારમાં રહેતો મેહુલભાઈ સવજીભાઈ હડિયલ દુષ્કર્મ આચરીને તેના ફોટો વિડિયો લીધા હતા જે વાયરલ કરવાનું કહીને તેની સાથે તા . ૧/૧૨/૨૦૨૦ થી ૧૫/૯/૨૧ સુધી હળવદથી બે કિલોમીટર દુર હરિ દર્શન હોટલ પાછળ આવેલી સોસાયટીના મકાનમાં સગીરાને મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ તેમજ સગીરાના ભાઈને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવમાં સગીરાએ હળવદ પોલીસ સ્ટેશને બે શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે




Latest News