રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાંથી ગાંજાના પૌસ ડોડા સાથે પકડાયેલ આરોપી જામીન મુક્ત


SHARE







વાંકાનેર તાલુકામાંથી ગાંજાના પૌસ ડોડા સાથે પકડાયેલ આરોપી જામીન મુક્ત

વાંકાનેર તાલુકાનાં ભલગામ પાસે વાડીમાંથી ૨૨૨ કીલો તથા ૮૧૦ ગ્રામ માદક પદાર્થ પૌસ ડોડા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકામાં કેસ કરવામાં આવ્યો હતો જે કેસમાં આરોપીની જામીન અરજી મોરબીની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જામીન ઉપર છોડવાનો આદેશ કરેલ છે

આ બનાવની ટુંકમાં વિગત એવી છે કે વાંકાનેર તાલુકા પોલીસે ૨૨૨ કીલો ૮૧૦ ગ્રામ માદક પદાર્થ પોસ ડોડા સાથે આરોપી પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયા રહે. ભલગામ તાલુકો વાંકાનેર વાળાની સામે એન.ડી.પી.એસ. એકટ ની કલમ ૮ (સી), ૧૫ (સી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ ગુન્હાના કામે તેની અટક કરી અને આરોપીને જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવેલ હતો અને તેની જામીન અરજી આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. એનડીપીએસ તથા સેશન્સ જજ સાહેબની કોર્ટમાં કરી હતી અને રેગ્યુલ૨ જામીન પર મુકત થવા જામીન અરજી કરી હતી તેમાં વકીલ મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા)એ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈને મોરબી જીલ્લાના સ્પે. એનડીપીએસ તથા સેશન્સ જજ પી. સી. જોષી સાહેબ દ્વારા આરોપી પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયાને ૧૦,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન આપેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા




Latest News