રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા


SHARE







મોરબીની પી.જી. પટેલ કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

મોરબીની પી.જી. પટેલ કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જે અંતર્ગત કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપકો પ્રોફેસર જિંનદાસ ગાંધી અને પ્રોફેસર અવચરભાઈ ગોધાણી કે જેઓએ વય નિવૃત્તિ બાદ પણ આ કોલેજમાં ૧૫ વર્ષથી વધુ શિક્ષણ કાર્યમાં સેવા આપી છે અને જેમની પાસે મોરબીની ત્રણ ત્રણ પેઢીઓએ અભ્યાસ કરેલો છે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો તેમજ તેજસ્વીતા અભિવાદન સમારોહ અંતર્ગત જે વિદ્યાર્થીઓએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ યુનિવર્સિટી કક્ષાએ પ્રાપ્ત કરેલ હોય તેવા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો અને સાથે સાથે આજના યુવાનો માટે મોરબીના અગ્રણી તબીબ અને લેખક એવા ડોક્ટર સતિષભાઈ પટેલની એક મોટીવેશન ટોક યોજાઇ હતી. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉત્સાહભેર જોડાયા હતા. તેજસ્વીતા અભિવાદન સમારોહ અંતર્ગત તમામ તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પી.જી. પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, સંસ્થાના આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ, વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારા તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News