મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ઓનલાઇન વેરા ભરવાનું શરૂ


SHARE









મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ઓનલાઇન વેરા ભરવાનું શરૂ

ભારત સરકાર દ્વારા "DIGITAL INDIA CAMPAIGN" અંતર્ગત રાજ્યની તમામ ગ્રામ પંચાયતો ખાતે BHIM/UI ના માધ્યમથી ઓનલાઇન ચુકવણા સ્વીકારી શકાય અને પેપરલેસ વહીવટ તરફ અગળ વધી શકાય તે માટે મોરબી જિલ્લાની તમામ ૩૬ર ગ્રામ પંચાયતો ખાતે "QR CODE" મારફત ઓનલાઇન વેરા સ્વીકારવાની સરાહનીય કામગીરીની શરુઆત કરવામાં આવી છે.

ટેકનોલોજીના ઉપયોગથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા છેવાડાના માનવીનું જીવન પણ સરળ બની શકે તે માટે ગ્રામ પંચાયતોમા વેરા વસુલાત માટે ઇ-પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવામા આવી છે. જિલ્લા વિકાસ અધિકારી ડિ.ડિ.જાડેજાના માર્ગદર્શન હેઠળ આ "QR CODE" ની સુવિધા હવે દરેક ગ્રામ પંચાયત ખાતે ઉપલબ્ધ કરાઈ છે. આ સુવિધાર્થી લોકો માટે નાણાંકીય વ્યવહાર સરળ બનશે. આ પેમેન્ટ ઓનલાઇન થતું હોવાથી ગ્રામજનોએ વેરો ભરવા ગ્રામ પંચાયત કચેરીએ રૂબરૂ જવાની પણ જરુર નથી. તલાટી કમ મંત્રી પાસેથી "QR CODE” મેળવી ઘરે બેઠા વેરો ભરી શકાશે જેને લીધે ગ્રામજનોનો સમય બચશે અને તેઓ પોતાની અનુકુળતાએ વેરો ભરી શકશે.




Latest News