માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીના મોડપર ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ગુપ્ત ભાગે પાટુ અને ખભામાં પાઇપ માર્યો: બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના લતીપર રોડ ઉપર બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ ગામે મહિલાએ અંતિમ પગલું ભર્યું:  દેવગઢ ગામે જુગાર રમતા છ પકડાયા


SHARE









માળીયા (મી)ના ખીરઈ ગામે મહિલાએ અંતિમ પગલું ભર્યું:  દેવગઢ ગામે જુગાર રમતા છ પકડાયા

માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે રહેતી મહિલા પોતાના ઘરે હતી ત્યારે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેનું મોત નીપજ્યું હતું જેથી તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કરી હતી અને હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળી કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના ખીરાઈ ગામે રહેતા સુમિત્રાબેન વેલજીભાઈ આદિવાસી (૩૫) નામની મહિલા પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર તે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તાત્કાલિક તેને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ ત્પાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ માળિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. મારૂણિયા ચલાવી રહ્યા છે અને મહિલાએ કયા કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરેલ છે તે દિશામાં આગળ પોલીસ તપાસ કરી રહી છે

દેવગઢ ગામે જુગાર
માળીયા (મી) તાલુકાના દેવગઢ ગામે મંદિરની પાછળના ભાગમાં લાઈટના અજવાળામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બાબુભાઈ મોતીભાઈ ધોળકિયા (૭૦), દિનેશભાઈ બાબુભાઈ ધોળકિયા (૩૫), સંજયભાઈ દેવાનંદભાઈ બકુત્રા (૩૩), અનવરભાઈ હનીફભાઈ સમાણી (૨૦) અબ્દુલભાઈ અનવરભાઈ ભટ્ટી (૨૩) અને ફારુકભાઈ અલીમામદ જેડા (૨૫) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૨,૭૮૦ ની રોકડ કબજે કરી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે






Latest News