મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બે પરણીતાને સાસરિયાનો ત્રાસ: જુદાજુદા બે ગુના નોંધાયા


SHARE





મોરબી જીલ્લામાં બે પરણીતાને સાસરિયાનો ત્રાસ: જુદાજુદા બે ગુના નોંધાયા

મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે વિસ્તારમાં રહેતી મહિલાઓએ તેના પતિ સહિતના સાસરીયાઓની સામે શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની અને મારકૂટ કરતાં હોવાની ફરિયાદ નોંધાવેલ છે જે બાબતે પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રપરા શેરી નં- ૨૧ રમાં માવતરના ઘરે રહેતા પરવીનબેન અકરમભાઈ સુતાર (૩૦) નામની પરણીતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ અકરમભાઈ આરીફભાઈ સુતાર, સાસુ નસીમબેન આરીફભાઈ સુતાર, નણંદ મુસ્કાનબેન આરીફભાઈ સુતાર અને સોફિયાબેન રમજાનભાઈ પરમારની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને ઘરકામ બાબતે અને નાની નાની વાતમાં મેણાટોણા મારવામાં આવતા હતા અને મારકૂટ કરીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પતિ સહિતનાઓની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે આવી જ રીતે મૂળ વાંકાનેર તાલુકાના ચંદ્રપુરના રહેવાસી અને હાલમાં વાંકાનેરના લાલપર ગામે માવતરના ઘરે રહેતા ગુલનાઝબેન વસીમભાઈ ખોરજીયા જાતે મોમીન (૨૪)એ તેના પતિ વસીમભાઈ યુસુફભાઈ ખોરજીયા અને સસરા યુસુફભાઈ અમીનભાઈ ખોરજીયા રહે બંને ચંદ્રપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અવારનવાર નાની-નાની બાબતોમાં તથા કરિયાવર ઓછો લાવી છો તેમ કહીને મેણા ટોણા મારીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા અને ફરિયાદીના પતિને ખોટી ચડામણી કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં પરિણીતએ નોંધાવેલ ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બંને બનાવની આગળની વધુ તપાસ મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એચ. લગધિરકા ચલાવી રહ્યા છે




Latest News