મોરબી જીલ્લામાં બાગાયતની વિવધ સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
મોરબી તાલુકો હતો તે સમયે ન હતા તેટલા દબાણો આજે કલેક્ટર-એસપી હોવા છતાં ખડકાયા !: અરજદારનો ઉકળાટ
SHARE
મોરબી તાલુકો હતો તે સમયે ન હતા તેટલા દબાણો આજે કલેક્ટર-એસપી હોવા છતાં ખડકાયા !: અરજદારનો ઉકળાટ
મોરબીમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણની બેઠક યોજાઇ હતી જેમાં જુદા જુદા નવ અરજદારો તરફથી મળેલી ફરિયાદોનો નિકાલ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ખાસ કરીને મોરબી શહેરના મુખ્ય ચોક અને મુખ્ય માર્ગો ઉપર છેલ્લા વર્ષોમાં દિવસેને દિવસે લારી, ગલ્લા અને પથારણા સહિતના કાચા પાકા દબાણો વધ્યા છે જેથી અંદાજે બે હજાર જેટલા દબાણો રસ્તા ઉપર થઈ ગયા છે જેને દૂર કરવા માટેની અરજી કરવામાં આવી હતી જો કે, તાલુકા સ્વાગતમાં કરવામાં આવેલ અરજી પછી કોઈ નક્કર કામગીરી કરવામાં આવેલ ન હોવાથી બેદરકાર અધિકારી સામે પગલાં લેવાની પણ માંગણી સાથે જિલ્લા સ્વાગતમાં જે અરજી કરવામાં આવી હતી તેમાં શહેરના મુખ્ય માર્ગો અને ચોકમાંથી દબાણ દૂર કરવા અને ત્યાં ધંધા કરતા નાના વેપારીઓને અન્ય સ્થળે કઈ રીતે વ્યવસ્થા કરી શકાય તેના માટેના સૂચન પણ આ બેઠકમાં અરજદાર તરફથી આપવામાં આવ્યા હતા જોકે જિલ્લા સ્વાગતમાં કરવામાં આવેલ અરજી બાદ મોરબીના નગર દરવાજા ચોક, માર્કેટ ચોક, ગાંધી ચોક, પરાબજાર સહિતના મુખ્ય વિસ્તારોમાંથી દબાણો દૂર થશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે
રાજ્ય સરકાર દ્વારા લોકોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય તે માટે તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગતમાં અરજીઓ મંગાવવામાં આવે છે અને ત્યારબાદ તે અરજીઓનો ઝડપથી નિકાલ થાય તે માટે જવાબદાર અધિકારી અને કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવતી હોય છે તેવી જ રીતે ગઈકાલે મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષ અને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજાયો હતો અને તે અંતર્ગત મોરબી શહેર અને જિલ્લામાંથી કુલ મળીને નવ જેટલી અરજીઓ મળી હતી જેમાં સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જવા, સોસાયટીમાં ગટરના પાણી ભરાઈ જવા સહિતની જુદી જુદી અરજીઓ મળી હતી જેમાં મોરબીના પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ દ્વારા મોરબી શહેરના લોકોની સુખાકારી માટે શહેરના મુખ્ય માર્ગો અને ચોકમાં છેલ્લા વર્ષોમાં દિવસેને દિવસે જે લારી ગલ્લા અને પથારણા સહિતના કાચા પાકા દબાણો વધી ગયા છે તેને દૂર કરવા માટેની અરજી કરવામાં આવી હતી
અગાઉ તાલુકા સ્વાગતમાં મોરબીના મુખ્ય માર્ગ અને મુખ્ય ચોક ઉપર થઈ ગયેલા કાચા પાકા ૨૦૦૦ જેટલા દબાણોને દૂર કરવા માટે થઈને અરજી કરવામાં આવી હતી જોકે જવાબદાર અધિકારી દ્વારા માત્ર નગરપાલિકાને જે લારી ગલ્લા અને પથારણા સહિતના કાચા પાકા દબાણોને દૂર કરવા માટેની ગત તા, ૧૧/૫/૨૩ ના રોજ લેખિત જાણ કરવામાં આવી હતી પરંતુ મોરબીમાં નગર દરવાજા ચોક, પરાબજાર, શાક માર્કેટ, ગાંધી ચોક, મહારાણા પ્રતાપ સર્કલ, મહેન્દ્રનગર રોડ, લોહાણાપરા સરદાર રોડ સહિતના વિસ્તારોમાંથી દબાનોને દૂર કરવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેથી કરીને પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ દ્વારા આ બાબતે જિલ્લા સ્વાગતમાં અરજી કરવામાં આવી હતી અને જિલ્લા સ્વાગતમાં કલેકટર સહિતના જિલ્લાના જવાબદાર અધિકારીઓ હાજર હતા ત્યારે લોકહિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે મોરબી શહેરમાં જ્યારે કલેક્ટર કે એસપી ન હતા અને માત્ર પ્રાંત અધિકારી તેમજ ડીવાયએસપીથી મોરબી શહેરની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાતી હતી ત્યારે મોરબી નગરના મુખ્ય માર્ગો અને મુખ્ય ચોક ઉપર જેટલા દબાણ ન હતા તેટલા કમનસીબે આજની તારીખે મોરબીના તમામ મુખ્ય માર્ગો અને મુખ્ય ચોક ઉપર દબાણ થઈ ગયેલ છે ! અને તેને હટાવવા માટેની કોઈ કામગીરી જવાબદાર તંત્ર દ્વારા કરવામાં આવતી નથી
શહેરના મુખ્ય માર્ગ અને રોડ ઉપર લારી ગલ્લા પાથરણાના કાચા પાકા દબાણો હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, વાહન ચાલકોને તેના વાહન પાર્ક કરવામાં મુશ્કેલી ઊભી થાય છે, અને ઘણી વખત મારામારી સહિતના પણ બનાવો આ દબાણના કારણે બનતા હોય છે જેથી કરીને પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા રોડ રસ્તા ઉપરના અને મુખ્ય માર્ગને દબાણોની સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને દબાણો સતત વધી રહ્યા છે અને રોડ રસ્તા વર્ષોથી જે હતા તે પહોળા કરવામાં આવેલ નથી અને થાય તેમ પણ નથી ત્યારે રસ્ત અને ચોક દબાણ મુક્ત થાય તે જરૂરી છે માટે આ દબાણોને દૂર કરીને નગરજનો વ્યવસ્થિત રીતે વાહન પાર્કિંગ કરી શકે અને ટ્રાફિક સહિતના પ્રશ્નો ઉકેલાય તે માટે થઈને વહેલા વહેલી તકે આ દબાણો દૂર થાય તેવી રજૂઆત કરી હતી તેની સાથોસાથ જે લારી ગલ્લા અને પથારણા વાળા નાના વેપારીઓ પણ પોતાનો વેપાર ધંધો કરી શકે તે માટેની જરૂરી વ્યવસ્થા છેલ્લા વર્ષોમાં નગરપાલિકા અથવા તો વહીવટી તંત્રએ કરવાની જરૂર હતી તે કરવામાં નથી આવી તેના કારણે મોરબીના લોકોને ટ્રાફિક સહિતના પ્રશ્નો સામનો કરવો પડી રહ્યો છે તે હક્કિત છે
વધુમાં અરજદાર હિમાંશુ ભટ્ટે જણાવ્યુ હતું કે, નાના વેપારીઓ માટે પણ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઘનશ્યામ માર્કેટ, ગાંધી ચોકમાં જે સિટી બસની સેવા બંધ થઈ ગયેલ છે તે સિટી બસની વ્યવસ્થા ત્યાંથી હટાવીને ત્યાં પણ નાના વેપારીઓને રાખવા માટેની વ્યવસ્થા કરી શકાય, ગેસ્ટ હાઉસ રોડના ખૂણા ઉપર શિક્ષણ વિભાગની કચેરીની સામે નગરપાલિકાની જે જગ્યા આવેલી છે તેમાં રેતીના સટ્ટા અને ગેરકાયદેસર રિક્ષા સ્ટેન્ડ બની ગયું છે તેને દૂર કરીને ત્યાં પણ નાના વેપારીઓને વેપાર ધંધો કરવા માટેની વ્યવસ્થા કરી શકાય આવી જ રીતે સર્કિટ હાઉસની સામેના ભાગમાં જ્યાં ભંગારના મોટા ડેલા ગેરકાયદેસર બની ગયા છે તેને હટાવીને ત્યાં પણ વ્યવસ્થા કરી શકાય તેમ છે આવા સૂચનો પણ જિલ્લા સ્વાગતની બેઠકમાં પત્રકાર દ્વારા કરવામાં આવ્યા હતા
જેથી કલેક્ટર દ્વારા પાલિકાના જવાબદાર અધિકારીને વહેલામાં વહેલી તકે આ દબાણો દૂર કરીને લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા માટે થઈને જિલ્લા સ્વાગતની બેઠકમાં સુચના આપવામાં આવી છે જોકે ખરેખર પાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને આ દબાણો દૂર કરવા માટેની કોઈ કામગીરી કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય બતાવશે અને જો જિલ્લા સ્વાગતમાં અરજી કર્યા પછી પણ આ દબાણોને દૂર કરવા માટેની કોઈ કામગીરી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આ મુદે રાજ્ય સ્વાગત સુધી પણ અરજી કરવામાં આવશે તે નિશ્ચિત છે









