મોરબીમાં સાવરણી બનાવવાના ૨.૨૦ લાખના ઘાસના ૬૮ કટ્ટાની ચોરી, ગણતરીના કલાકમાં બે શખ્સોની ધરપકડ
વાંકાનેર નજીક આઇસરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા
SHARE
વાંકાનેર નજીક આઇસરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા
વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે ઉપર આવેલ નર્સરી ચોકડી પાસે આઇસરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટ લીધું હતું જેથી કરીને એક યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને એકને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા હાલમાં મૃતક યુવાનના પિતા દ્વારા આઇસરના ચાલક સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં સિટી સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાન સામે ધર્મચોક પાસે રહેતા અને લુહારી કામ કરતા રાજેશભાઈ પ્રભુભાઈ પઢિયાર જાતે લુહાર (ઉમર ૪૭) એ આઇસર નંબર જીજે ૩ બીવાય ૧૭૪૩ ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર નર્સરી ચોકડી પાસેથી ફરિયાદીનો દીકરો દિપક (ઉમર ૨૪) અને સાહેદ દશરથ (ઉમર ૨૨) બાઈક નંબર જીજે ૩ ઇએન ૨૯૩૪ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ઉપરોકત નંબરના આઇસરના ચાલકે રોંગ સાઈડમાં તેનું વાહન ચલાવીને ફરિયાદીનો દીકરો જે બાઈકમાં જઈ રહ્યો હતો તે ડબલ સવારી બાઇકને હડફેટે લીધૂ હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો.તેમાં ફરિયાદીના દીકરાને માથાના ભાગે તથા ડાબા પગે ઇજા થયેલ હોવાથી ટુંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને દશરથને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.આ બનાવ સંદર્ભે મૃતકના પિતા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે વાંકાનેર પોલીસે આઇસરના ચાલક સામે ગુનો નોંધીને તેના ડ્રાઇવરને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.