મોરબી નજીક સિરામિક કારખાનામાં ઓટલા ઉપરથી નીચે પટકાતા માથામાં ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના 8 સિરામિક ઉદ્યોગકારો સાથે કરવામાં આવેલ 1.62 કરોડની ઠગાઇના ગુનામાં વધુ એક આરોપી પકડાયો તે કેમ મારા ઘરનો દરવાજો તોડી નાખેલ છે તેવું કહીને મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો: સામસામે ફરિયાદ મોરબીના પીપળીયા ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફરી જતાં ઘટના સ્થળે જ મોત મોરબીના  મોડપર ગામે નજીવી વાતમાં યુવાને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબીના જાંબુડીયા નજીક કારખાનાના માટી ખાતામાં લોડરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત હળવદમાં બોલાચાલી કરનાર શખ્સને સમજાવવા ગયેલા યુવાનને બે શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટમાં પાણી બાબતે આધેડ ઉપર ધોકા અને ધારિયા વડે હુમલો: બે સામે ફરિયાદ
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ મોરબી સિટીના ૨૦ વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો


SHARE







લાયન્સ ક્લબ મોરબી સિટીના ૨૦ વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો

લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીની સ્થાપનાના ૨૦ વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન સંસ્થા લક્ષ્મીનગર ખાતે કરવામાં આવી હતી.આ તકે પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન લક્ષ્મીનગર ખાતે સર્વે પ્રજ્ઞાચક્ષુ પરિવાર મિત્રોની ઉપસ્થિતિમાં તેમને સમૂહ ભોજન કરાવી, સંસ્થામાં આર્થિક યોગદાન આપી કરવામાં આવ્યો સાથે લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં ચાર્ટર મેમ્બર એટલે આ સંસ્થાના પાયાના પથ્થર કહી શકાય એવા મેમ્બર ભીખાભાઈ લોરીયા, ભવાનભાઈ વરમોરા, ધનજીભાઈ નાયકપરા, વશરામભાઈ ચીખલીયા અને લાયન્સ ક્લબ મોરબી સિટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજાનું ચાર્ટર મેમ્બર તરીકે પુષ્પ ગુચ્છ આપી સાલ ઓઢાડી વિશે સન્માન લાયન્સ ઇન્ટરનેશનલનાં સૌરાષ્ટ્ર કરછ નાં પ્રથમ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા અને ક્લબના સર્વે સભ્યોની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતુ.ત્યારે આ શુભ દિવસે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી તરફથી ત્રણ દિવ્યાંગ લોકોને ટ્રાયઈસીકલ પણ આપવામાં આવી આ ટ્રાયસિકલના દાતા તરીકે લાયન્સ ક્લબ મોરબી સિટીના પૂર્વ પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ કે.જી. કુંડારીયા તરફથી  આર્થિક યોગદાન મળ્યો હતો.

આમ છેલ્લા વીસ વર્ષથી અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિ  સંસ્થા દ્વારા ચાલે છે. ત્યારે સંસ્થાનાં પાયાના પથ્થર અને સર્વે મેમ્બરો  હરહંમેશ  તન,મન, ધનથી યોગદાન આપે છે.તેમજ સમાજના બહુ બધા લોકો અને સમાજ શ્રેષ્ઠીઓ તરફથી  મળતા આર્થિક યોગદાન થી સંસ્થા ચાલતી હોય છે.આમ અવાર નવાર  સેવાકીય પ્રોજેક્ટ માં જેમનું પણ સમયનુ અને આર્થિક યોગદાન છે  એવા તમામ લોકોનો લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના સેક્રેટરી ટી.સી.ફૂલતરીયા દ્વારા સંસ્થા વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News