મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે રહેતા યુવાને વ્યાજ સહિત રૂપિયા પરત આપી દીધા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ !


SHARE





મોરબીના લીલાપર ગામે રહેતા યુવાને વ્યાજ સહિત રૂપિયા પરત આપી દીધા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ !

મોરબી નજીકના લીલાપર ગામે રહેતા યુવાને ૪૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા જે પરત આપી દીધા હોવા છતાં પણ આરોપી દ્વારા ફરિયાદીના ઘરે જઈને પૈસાની ઉઘરાણી કરીને ગાળો બોલવામાં આવતી હતી અને આરોપીએ ફરિયાદીને ફોન કરીને બળજબરીથી મુદ્દલ અને વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરી હતી જેથી યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વ્યાજખોરીના બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઘુનડા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર ગામે પ્રકાશનગર વિસ્તાર ખાતે રહેતા હરેશભાઈ માવજીભાઈ જાદવ (ઉમર ૪૫) એ હાલમાં પ્રફુલભાઈ બચુભાઈ સોલંકી રહે.મચ્છોનગર રફાળેશ્વર તા.મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં તેણે જણાવ્યું છે કે, પ્રફુલભાઈ પાસેથી રૂા.૪૦,૦૦૦ પાંચ ટકાના વ્યાજે લીધેલા હતા.જે રૂપિયા પાંચ ટકા લેખે વ્યાજ સાથે ફરિયાદીએ આપી દીધેલ છે તેમ છતાં પણ પ્રફુલભાઈએ ફરિયાદીના ઘરે રૂબરૂ જઈ પૈસાની ઉઘરાણી કરી હતી અને ગાળો બોલી હતી તેમજ ફરિયાદીને ફોન કરીને બળજબરીથી મુદ્દલ તથા વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરી હતી માટે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બેટ વડે હુમલો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સલમાબેન ઇમરાનભાઈ જેડા જાતે મિંયાણા (ઉંમર ૩૦) નામની મહિલાને પાડોશી સાથે બોલાચાલી થઇ હતી અને તે દરમિયાનમાં તેણીના ઉપર હુમલો કરવામાં આવતા ઇજા પામેલ મહિલાને સિવિલ હોસ્પિટલ સારવા માટે લઈ જવામાં આવી હતી.મોરબી સીટી બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે સલમાબેન ઇમરાનભાઈ જેડા નામની મહિલાને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલમાં લઈ જવામાં આવી હતી. બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતા દ્વારા પહોંચીને તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે સલમાબેનના પાછળના ભાગે રહેતો શખ્સ તેઓના ઘર પાસે બેસીને માથાકૂટ કરતો હોય તેને દૂર જવા માટે કહ્યું હતું જેથી કરીને તે શખ્સના પરિવારની મહિલા સભ્યો દ્વારા તેની સાથે બોલાચાલી ઝઘડો કરવામાં આવ્યો હતો અને બાદમાં માથામાં બેટ મારવામાં આવતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે અંગે બનાવની અરજી ફરીયાદ નોંધીને આગળની તપાસ વી.ડી.મેતા ચલાવી રહ્યા છે.



Latest News