મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી સીરામીક એસો.ના પ્રમુખના નામથી સોશ્યલ મીડિયામાં ફેક આઈડી બનાવી ગઠિયાએ કળા કરી !


SHARE





મોરબી સીરામીક એસો.ના પ્રમુખના નામથી સોશ્યલ મીડિયામાં ફેક આઈડી બનાવી ગઠિયાએ કળા કરી !

મોરબીના ઉધ્યોગારો અને આગેવાનોના ફેક આઈડી સોશ્યલ મીડિયામાં બનાવીને રૂપિયા માંગવામાં આવે તેવું અનેક વખત બન્યું છે તેવી જ રીતે હાલમાં મોરબી સીરામીક એસો.ના પ્રમુખનું ફેક આઈડી ઇન્સ્ટ્રાગ્રામમાં બનાવવામાં આવ્યું છે અને તેના મિત્રો સહિતના પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી રહી છે જેથી કોઈને પણ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર ન કરવા માટે પ્રમુખ તરફથી કહેવામા આવ્યું છે

મોરબી સીરામીક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલીયાના નામથી ઇન્સ્ટ્રાગ્રામમાં હાલમાં એક ફેક આઈડી બનાવવામાં આવ્યું છે અને ભેજાબાજ શખ્સ દ્વારા તેના મિત્રો સહિતના લોકોને મેસેજ કરીને તાત્કાલિક પૈસાની જરૂર છે તેવા મેસેજ કરીને પૈસાની માંગણી કરવામાં આવી રહી છે જે પૈકીનાં બે વ્યક્તિઓએ તેને પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા જો કે, આ વાત હરેશભાઈના ધ્યાને આવતા ની સાથે જ તેમણે મિત્રો સહિતના સગા સંબંધીઓને પૈસા ન આપવા માટેની જાણ કરી હતી અને સોશ્યલ મીડિયાના મધ્યમથી તેઓની સાથે જોડાયેલા કોઈપના વ્યક્તિએ પૈસા ન આપવા માટે તેને અપીલ કરી છે અને આ અંગેની તેઓએ પોલીસને પણ જાણ કરેલ છે 




Latest News