મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ ૬ સ્થળોએ આકસ્મિક રેઇડ: ૫ તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા મોરબીના કૃષિવ ને મળ્યું નવજીવન: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ માસૂમ બાળકની હૃદયની બિમારીનું નિઃશુલ્ક સફળ ઓપરેશન મોરબી નજીક સિરામિક કારખાનામાં ઓટલા ઉપરથી નીચે પટકાતા માથામાં ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના 8 સિરામિક ઉદ્યોગકારો સાથે કરવામાં આવેલ 1.62 કરોડની ઠગાઇના ગુનામાં વધુ એક આરોપી પકડાયો તે કેમ મારા ઘરનો દરવાજો તોડી નાખેલ છે તેવું કહીને મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો: સામસામે ફરિયાદ મોરબીના પીપળીયા ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફરી જતાં ઘટના સ્થળે જ મોત મોરબીના  મોડપર ગામે નજીવી વાતમાં યુવાને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબીના જાંબુડીયા નજીક કારખાનાના માટી ખાતામાં લોડરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી પોલીસ કર્મચારી મૃત્યુ કેસ : તપાસને લઇને હાઇકોર્ટની નારાજગી છતાં ડીવાયએસપી-પીએસઆઇની હજી સુધી ધરપકડ કેમ નહીં..?


SHARE







મોરબી પોલીસ કર્મચારી મૃત્યુ કેસ : તપાસને લઇને હાઇકોર્ટની નારાજગી છતાં ડીવાયએસપી-પીએસઆઇની હજી સુધી ધરપકડ કેમ નહીં..?

મોરબીના વતની અને જુનાગઢ ખાતે પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા બ્રિજેશભાઈ લાવડીયાએ ઉપરી અધિકારીઓ દ્વારા માર મારવામાં આવતા અને ધમકીઓ આપવામાં આવતા બ્રીજેશભાઇ લાવડીયાએ અંતિમ પગલું ભર્યું હતું અને તેમના આપઘાત મોતના પગલે ઘેરા પડઘા પડ્યા હતા.પોલીસ બેડામાં તથા આહીર સમાજમાં આ બાબતની ભારે ચર્ચાઓ જાગી હતી.

છતાં પણ હાલ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોય અંતે મૃતકના પુત્ર દ્વારા હાઇકોર્ટમાં ફરિયાદ કર્યા બાદ મૃતકના પીએમ રિપોર્ટ અને તમામ બાબતોમાં શરીર ઉપર મારના નિશાનો હોય જુનાગઢ પોલીસને કાર્યવાહી કરવા હાઇકોર્ટ દ્રારા આદેશ આપવામાં આવ્યા હતા.અંતે જુનાગઢના વંથલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ડીવાયએસપી ખુશ્બુ કાપડિયા અને પીએસઆઇ ખાચર સામે મૃતક બ્રિજેશભાઈ લાવડીયાને મરવા મજબૂર કરવા સબબ ગુનો દાખલ કરવામાં આવેલો છે.જેની તપાસ પોરબંદરના ડીવાયએસપી નીલમ ગોસ્વામીને સોંપવામાં આવેલી છે અને ફરિયાદ થઈ ગયાના ૧૪ દિવસ છતાં પણ હજી સુધી આ બાબતમાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી..! મૃતક બ્રિજેશભાઈને માર મારવામાં માટે લાકડીઓ લઈને આવતા-જતા સ્ટાફના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે લેવાયા છે.આ કેસની ગંભીરતાને લઈને હાઇકોર્ટે આ આ કેસનું મોનિટરીંગ પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાને કરવા હુકમ કરેલ છે.પોલીસ દ્વારા હજુ સુધી કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી.અત્રે ઉલ્લેખનીય છે કે જુનાગઢ પોલીસ સ્ટેશન ખાતે બનાવ બન્યાના ૧૪૦ દિવસ સુધી ફરિયાદ નોંધવવામાં આવી ન હતી..! અને બાદમાં હાઇકોર્ટે કરેલ હુકમ બાદ ફરિયાદ નોંધાયાને ૧૪ દિવસ થયા છતાં આ કેસમાં પોલીસ વિભાગ દ્રારા કોઈપણ જાતની આગળ કાર્યવાહી થઈ નથી તે હકીકત છે.ન્યાય મેળવવા માટે પોલીસ પરિવારે જો આટલી જહેમત ઉઠાવવી પડતી હોય તો વિચારો સામાન્ય નાગરિકોની શું હાલત થતી હશે..?






Latest News