મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી ચાલ્યા ગયેલા તરુણનું પોલીસે પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE





મોરબીમાં ઘરેથી ચાલ્યા ગયેલા તરુણનું પોલીસે પરિવાર સાથે કરાવ્યુ મિલન

મોરબીમાં રહેતા પરિવારનો તરૂણ ઘરે કશું જ કહ્યા વગર ચાલ્યો ગયો હતો જેથી પરિવારજનો તેને શોધતા હતા તેવામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સી ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પ્રશાંતભાઇ નરશીભાઇ પરમાર તથા અબ્દુલભાઇ એમ. બુખારી પોતાની સાથે આશરે ૧૩ વર્ષનો તરુણને લઈને પોલીસ સ્ટેશને આવ્યા હતા અને કહ્યું હતું કે, શનાળા બાયપાસ પાસે તેની સોનલકૃપા નામની ઓફીસથી નાસ્તો કરવા ગયેલ હતા ત્યારે તેની ગાડી આગળ અચાનક એક છોકરો આવ્યો હતો જેથી ગાડી ઉભી રાખી તેનુ નામ ઠામ પુછતા પોતે કશું બોલ્યો ન હતો અને થોડો માનસિક જેવો લાગતા હતો જેથી તેને પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા અને ત્યાં બાળકની પુછપરછ કરતા પોતે કાંઇ બોલતો ન હતો જો કે, તરૂણ જ્યાંથી મળી આવ્યો હતો ત્યાં તપાસ કરતાં ઉમીયા આશ્રમની બાજુમાં ભક્તિનગર સર્કલ પાસે રહેતા જીતેશભાઇ રમેશભાઇ સીંધવ જાતે સલાણીયા (૩૫) નો દિકરો દિપક (૧૩) હોવાનુ સામે આવ્યું હતું જેથી તરૂણનું તેના માતા પિતા સાથે પોલીસે મિલન કરાવ્યુ હતું.




Latest News