મોરબીમાં જૂની અદાવતમાં મારામારી: સામસામી ફરિયાદમાં બે ની ધરપકડ
મોરબીના બાયપાસ રોડે બાઇક આડે ભેસ ઉતરતા અકસ્માત: ઇજા પામેલ વૃદ્ધ સારવારમાં
SHARE
મોરબીના બાયપાસ રોડે બાઇક આડે ભેસ ઉતરતા અકસ્માત: ઇજા પામેલ વૃદ્ધ સારવારમાં
મોરબીના બાયપાસ રોડ ઉપર પંચાસર ચોકડીથી વાવડી ચોકડી વચ્ચે ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઇક આડે ભેંસ ઉતરતા ભેંસ સાથે બાઈક અથડાયુ હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી બાઈકમાં પાછળના ભાગે બેઠેલા વૃદ્ધને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમા પંચાસર રોડ ઉપર સત્યમ હોલની સામેના ભાગમાં આવેલ વ્રજ વિલા એપાર્ટમેન્ટમાં રહેતા શીવાભાઈ બેચરભાઈ કોઠીયા જાતે પટેલ (૮૬) પોતાના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીની પંચાસર ચોકડીથી વાવડી ચોકડી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓના બાઈકની આડે ભેંસ ઉતરતા ભેંસ સાથે બાઈક અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બાઈકમાં બેઠેલા શીવાભાઈ કોઠીયાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ દ્વારા કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના નાનીવાવડી ગામે આવેલ ભક્તિનગર-૨ માં રહેતા પ્રભાતભાઈ હરિભાઈ હુંબલ (૩૬) નામનો યુવાન નારણકા ગામ તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઈકનું ટાયર ફાટતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં ઈજા થઈ હોવાથી યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડાએ કરી હતી
યુવાનનું મોત
મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલ પાસે આવેલ મોનાલ લેમીનેટ નામના કારખાનામાં હાલમાં રહેતા મૂળ હિંમતનગરના રાયગઢના રહેવાસી ભુપેન્દ્રગીરી બાબુગીરી ગોસાઈ જાતે બાવાજી (૪૫) લેબર કવાર્ટરમાં હતા ત્યારે કુદરતી રીતે તેનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે