લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પાલિકા દ્વારા કરાતી રાત્રી સફાઈના કામમાં ભ્રષ્ટાચાર: કોંગ્રેસ


SHARE





મોરબી પાલિકા દ્વારા કરાતી રાત્રી સફાઈના કામમાં ભ્રષ્ટાચાર: કોંગ્રેસ

મોરબી નગરપાલિકા દ્વારા રાત્રી સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે તે શહેરને ગંદકી મુક્ત કરવાનો પ્રયાસ છે તે સારું છે. પરંતુ નગરપાલિકામાં રાત્રી સફાઈ કામમાં મોટા પાયે  ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેવું લોક મુખે ચર્ચાઇ રહયું છે

હાલમાં મોરબી કોંગ્રેસનાં આગેવાનોએ માહિતી આપતા જણાવ્યુ છે કે, રાત્રી સફાઈ કામગીરીમાં માણસો પૂરા હોતા નથી અને ખોટી હાજરી પૂરવામાં આવે છે અને વઘુ માણસો બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. નગરપાલિકા દ્વારા સવારે સફાઈ કરવામાં આવે છે એ જ વિસ્તારમાં રાત્રે સફાઈ કામગીરી કરવામાં આવે છે તે કેટલી વ્યાજબી છે.? કચરા ભરવાના કામમાં રોકાયેલ ડમ્પર પણ રાત્રે મોડું આવે અને કલાકો વઘારે લખે છે ? એ પણ એકમોટો ભ્રષ્ટાચાર છે. રાત્રે સફાઈ કામગીરી કરતા કામદારોના હાજરી પાસ પણ આપવામાં આવતા નથી અને સવારે જે પટાવાળા પાલિકામાં કામ કરે છે એ જ લોકો રાત્રે સફાઈ કામ કરાવે છે તો આ શું એક મોટો  ભ્રષ્ટાચાર નથી ? આમ મોરબી નગરપાલિકાના જવાબદાર અઘિકારીઓ આ ચાલતા ભ્રષ્ટાચારથી  અજાણ છે કે તેમની મીઠી નજર નીચે આ બઘું ચાલી રહ્યું છે.? જો ખરેખર આ બાબતે તપાસ કરવામાં આવે તો રાત્રી સફાઈ કામગીરીમાં ચાલતો ભ્રષ્ટાચાર બહાર આવશે મોરબી પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર આ બાબતે સ્થળ તપાસ કરી  જવાબદારો સામે કડક પગલાં લેશે ખરા ? કે પછી  ચૂંટાયેલા સદસ્યોની  જેમ તેઓ પણ આ કામગીરીમાં ચાલતા ભ્રષ્ટાચારની  ભાગ બટાઈના ભાગીદાર છે.? તેઓ ભાગીદાર છે તેમ માનવામાં આવશે તેમાં કોઈ બેમત નથી તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી, તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયા તથા પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ પ્રેસ યાદીમાં જણાવેલ છે.




Latest News