માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા મહાસતીજી સહિત કુલ બે વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબીના રાજપર (કું) ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરાવવાની ગર્ભિત ધમકી: બે સામે ફરિયાદ મોરબી નજીક ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનના મોત મામલે ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો હળવદના ઘનશ્યામપુર ગામે વાડી નજીક જુગાર રમતા 7 શખ્સો પકડાયા હળવદના નવા માલણીયાદ ગામે વાડીએ દાતરડાનો ઘા ઝીકિને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ હળવદના નવા માલણીયાદ ગામે બોલાચાલી બાદ દાતરડાનો ઘા ઝીકિને આધેડે કરી નાખી પત્નીની હત્યા મોરબીમાં કોરોના સમયે સિરામિક ઉદ્યોગપતિએ લીધેલ સારવારનો ૭.૯૬ લાખનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ ટંકારાના સાવડી ગામે પંચાયતના બે જર્જરિત કવાર્ટર વરસાદમાં ધરાશાય
Breaking news
Morbi Today

મોરબીમાં જૂની અદાવતમાં મારામારી: સામસામી ફરિયાદમાં બે ની ધરપકડ


SHARE







મોરબીમાં જૂની અદાવતમાં મારામારી: સામસામી ફરિયાદમાં બે ની ધરપકડ

મોરબીના રફાળેશ્વર ગામે જૂની અદાવતમાં મારામારીનો બનાવ બનેલ હતો અને યુવાન ઉપર હુમલો કરીને આઠ શખ્સોએ મંડપ સર્વિસના ધંધાર્થીને માર મારી કરી હતી જેથી યુવાન બાઈક મૂકીને નાસી જતા હુમલાખોરોએ તેના ઘરે જઈને તેના પિતા સહિત બે વ્યક્તિને માર માર્યો હતો અને લૂંટ કરી હતી જેની યુવાને ફરિયાદ નોંધાવેલ છે અને સમાપક્ષેથી પણ હુમલો અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવી છે આમ બે ગુના નોંધવામાં આવેલ છે જે પૈકી હુમલો અને લૂંટના ગુનામાં હાલમાં તાલુકા પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબીના રફાળેશ્વર ગામે ઠાકર મંદિરની બાજુમાં રહેતા અને મંડપ સર્વિસના ધંધાર્થી ગજેન્દ્રભાઇ ઉર્ફે ગજેન રમેશભાઇ બાંભણવાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગૌતમભાઇ જયંતીભાઇ મકવાણા રહે. લીલાપર, અજયભાઇ જગદીશભાઇ ચૌહાણ, પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા, મનોજ ઉર્ફે બાબો ગીરધરભાઇ વાઘેલા, અશોકભાઇ દલાભાઇ રાઠોડ, મુકેશભાઇ ઝાલા રહે. મચ્છોનગર તેમજ બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, દસેક મહિના અગાઉ આરોપી ગૌતમ સાથે ઝઘડો થયો હતો જેનો કેસ ચાલી રહ્યો છે. અને ફરીયાદીને મંડપ સર્વિસના કામ માટે આરોપીઓના વિસ્તારમાંથી અવાર નવાર નીકળવુ થતું હોય છે જે આરોપીઓને નહી ગમતા ફરિયાદી આરોપીના ઘર પાસેથી નીકળતા જાનથી મારી નાખવાના ઇરાદે લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી ફરિયાદી તેનું બાઈક મુકીને ભાગી ઘરે ગયો હતો. ત્યારે આરોપીઓ ક્રેટા કાર, એકટીવા લઈને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યાં દક્ષાબેનને ધોકાવડે માર માર્યો હતો. તેમજ ફરિયાદીના પિતા રમેશભાઇની સામે રીવોલ્વર જેવુ હથીયાર તાકી ભડાકે દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગજેન્દ્રના ખીસ્સામાંથી ૧૩૦૦૦ ની લુંટ કરી હતી અને એટ્રોસીટીની ફરીયાદ કરવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આરોપી ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણા રહે. પ્રકાશનગર લીલાપર અને મુકેશભાઇ મંગાભાઇ ઝાલા રહે. મચ્છોનગર વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટેની તજવીજ ચાલુ છે

જયારે સામાપક્ષેથી રફાળેશ્વરમાં રહેતા પારસ ઉર્ફે સુલતાન ઉર્ફે વીપુલ ગીરધરભાઇ વાઘેલાએ ગજન બારોટ, ભાવેશ ઉર્ફે કાલી, રાજુભાઇ કિશોરભાઇ સુમેસરા, દક્ષાબેન રાજુભાઇ સુમેસરા અને પવુભા ગઢવી રહે. રફાળેશ્વર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગજેન્દ્ર ઉર્ફે ગજને અગાઉ તેમના મિત્ર ગૌતમભાઇ જયંતીભાઇ મકવાણાને છરી મારેલ હતી અને તેમના લતામાં આવવાની ના પાડેલ હતી તેમ છતા આરોપી ગજન ફરીયાદીના લતામાં આવીને સાહેદ જયશ્રીબેન સાથે જેમ તેમ વર્તન કરતા જયશ્રીબેને પારસભાઈને ફોન કરીને પોતાના ઘરે બોલાવતા ગજનને સમજાવેલ અને બાદમાં ગજનના પિતાને આ બાબતે વાત કરવા જતા આરોપીઓએ ઝઘડો કર્યો હતો અને આરોપી પવુભા ગઢવીએ જાહેરમાં જ્ઞાતી પ્રત્યે અપશબ્દો બોલી ગાળો આપી હતી તેમજ આરોપી રાજુભાઇએ સાહેદ સુનીતાબેનનો હાથ પકડી બોલાચાલી કરી તેનો ડ્રેસ તોડી નિર્લજ્જ હુમલો કર્યો હતો જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરલે છે






Latest News