મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીક ઝેરી દવા પી જતાં યુવાનનું મોત


SHARE







મોરબીના બેલા ગામ નજીક ઝેરી દવા પી જતાં યુવાનનું મોત

મોરબી નજીકના બેલા ગામે ગઈકાલે સાંજે ઝેરી દવા પી ગયેલ યુવાનને મોરબી ખાતે સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલ મોરબી તાલુકાના બેલા ગામે ખોખરા હનુમાન મંદિર રોડ ઉપર આવેલ ખેતરે રહીને ખેત મજૂરીનું કામ કરતો શેતાન બાબુભાઇ મોહનીયા નામનો ૩૫ વર્ષીય પરપ્રાંતિય મજુર યુવાન ગઇકાલ તા.૨૬-૯ ના સાંજે સાતેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ગત રાત્રીના શેતાન બાબુ મોહનિયા નામના ૨૪ વર્ષીય પરપ્રાંતીય મજૂર યુવાનનું મોત નીપજયું હતું.મૃતક શેતાન મોહનીયા પરિણીત હતો અને તેને ચાર સંતાનો હોય તેના મોતને પહલે ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોય તાલુકા પોલીસ મથકના મનિષભાઈ બારૈયાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામે સેમસંગ સિરામિકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતી બબલીબેન પંકેશભાઇ આહીર નામની ૨૭ વર્ષીય મહિલાને તેના લેબર કવાટરની પાસે મોડી રાત્રીના સાપ કરડી જતા તેણીને મોરબીની સિવિલ હોસ્પિટલે અને બાદમાં અહિંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.વસાણીએ આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના પંચાસિયા ગામે રહેતા પ્રભાબેન વિજયભાઈ લક્ષ્મણભાઈ પરમાર નામની ૨૯ વર્ષીય મહિલાએ પણ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હોય તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.






Latest News