મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ધો. ૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા વાય-૨૦ કાર્યક્રમ યોજાયો
મોરબીના નીચી માંડલ ગામે ૭૦ વર્ષના વૃદ્ધાએ અંતિમ પગલું ભર્યું
SHARE
મોરબીના નીચી માંડલ ગામે ૭૦ વર્ષના વૃદ્ધાએ અંતિમ પગલું ભર્યું
મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા વૃદ્ધાએ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને તેનો દીકરો મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામે રહેતા વજીબેન યશવંતભાઈ ઘેટીયા (૭૦) નામના વૃદ્ધા પોતે પોતાના ઘરે હતા ત્યારે ગઈકાલે સાંજના સમયે કોઈ કારણોસર પોતે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેનો દીકરો કિશોરભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે વૃદ્ધાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને મોરબીની સિવિલ હોસ્પિટલ મારફતે આપઘાતના આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે