વાંકાનેરના મેસરીયા પાસે ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા પાંચ વર્ષના બાળકનું મોત
મોરબીમાં ઉમિયા સર્કલ પાસે પવન એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા આઠ જુગારી પકડાયા
SHARE
મોરબીમાં ઉમિયા સર્કલ પાસે પવન એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા આઠ જુગારી પકડાયા
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સાંકેત ઇન્ડિયાના શોરૂમની પાછળના ભાગમાં આવેલા પવન એપાર્ટમેન્ટમાં રહેતા શખ્સના ઘરમાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી સહિત કુલ મળીને આઠ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨.૧૨ લાખની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે સાંકેત ઇન્ડિયાના શો રૂમની પાછળના ભાગમાં પવન હાઈટ્સ ફ્લેટ નંબર-૩૦૨ માં રહેતા હિરેનભાઈ નંદાસણાના ઘરે જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી જુગાર રમતા ઘરધણી હિરેનભાઈ હીરાભાઈ નંદાસણા (૩૩) રહે. વન હાઇટ્સ ફ્લેટ નંબર-૩૦૨ ઉમિયા સર્કલ પાસે મોરબી, પલકભાઈ ભગવાનજીભાઈ કનેરિયા (૩૩) રહે. રવાપર ઘૂનડા રોડ કિસાન પેલેસ ફ્લેટ નંબર-૩૦૩ મોરબી, ભરતભાઈ સવજીભાઈ કાસુન્દ્રા (૩૮) રહે. દર્પણ સોસાયટી સત્યમ એપાર્ટમેન્ટ પ્લોટ ફ્લેટ નંબર-૧૦૧ મોરબી, મેહુલભાઈ છબીલભાઈ વડસોલા (૩૧) રહે. ક્રિષ્ના સ્કૂલ પાછળ બાલાજી એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર-૫૦૧ મોરબી, વિપુલભાઈ લાલજીભાઈ પટેલ (૩૮) રહે. સરદાર નગર-૧ ચાણક્ય એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર-૫૦૧ મોરબી, મહેશભાઈ વશરામભાઈ રૈયાણી (૪૧) રહે. ઉમિયા ચોક શાસ્ત્રીનગર ગજાનંદ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર-૫૦૧ મોરબી, સંજુભાઈ સુંદરજીભાઈ રૈયાણી (૩૩) રહે વિશ્વકર્મા સોસાયટી સ્નેહ રેસીડેન્સી ફ્લેટ નંબર-૬૦૧ મોરબી અને ભગીરથભાઈ પ્રવીણભાઈ આદ્રોજા (૩૮) રહે. લીલા લહેર પાસે દર્પણ સોસાયટી-૧ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૨.૧૨ લાખ કબજે કર્યા હતા અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે