મોરબીમાં ઉમિયા સર્કલ પાસે પવન એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા આઠ જુગારી પકડાયા
હળવદના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા
SHARE
હળવદના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા
હળવદ તાલુકાના ચરાડવા ગામથી આગળના ભાગમાં આવેલ સાઇકોન કારખાનાની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦૦૬૦ ની રોકડ કબજે કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકાના ચરાડવા ગામથી આગળ કેટી મીલ તરફ જવાના રસ્તે સાઇકોન કારખાનાની પાછળના ભાગમાં રહેતા શખ્સનાં ઘર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા સુલતાન ઉર્ફે મુન્નો ગફુરભાઇ મુલતાની જાતે ઘાંચી (૩૯), રમેશભાઈ મુળુભાઈ કાનગઢ (૩૬), ગૌતમભાઈ વાલજીભાઈ સોલંકી (૩૦) અને લવજીભાઈ નાથાભાઈ ગોહિલ (૫૦) રહે. બધા જ ચરાડવા વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦,૦૬૦ ની રોકડ કબજે કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારા મારીમાં ઇજા
મુળી તાલુકાના સરા ગામે રહેતા ખોડાભાઈ પુનાભાઈ (૬૧)ને ઘરે તેના સગા ભાઈ સાથે ઝઘડો થયો હતો અને મારામારી થતા તેને ઈજા થઈ હતી જેથી કરીને ખોડાભાઈને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
માર માર્યો
મોરબી નજીકના લાલપર ગામે રહેતા લલિતભાઈ ધનજીભાઈ સાવલિયા (૨૪) નામના યુવાનને લાલપર ગામ પાસે આવેલ બંસી ડેરી પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે