ઓબીસી અનામતના સરકારના નિર્ણયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને આવકાર્યો
SHARE
ઓબીસી અનામતના સરકારના નિર્ણયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને આવકાર્યો
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓ માટેની અનામત 15 ટકાથી લઇને 27 ટકા કરવામાં આવી છે જેથી કરીને આગમી સમયમાં પાલિકા કે પંચાયતની ચુંટણીમાં ઓબીસી જ્ઞાતિઓની બેઠકમાં વધારો થશે તે નિશ્ચિત છે ત્યારે સરકારના આ નિર્ણયને મોરબી જિલ્લા ભાજપ દ્વારા આવકારવામાં આવેલ છે અને મોરબીના શનાળા રોડે જિલ્લા ભાજપ કાર્યાલય પાસે રામચોક નજીક આતિશબાજી કરીને આગેવાનોએ એકમેકના મો મીઠા કરાવ્યા હતા ત્યારે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હિરેનભાઇ પારેખ, મોરબી શહેર ભાજપના પ્રમુખ લખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રિશીપભાઈ કૈલા, જયરાજસિંહ જાડેજા, આશીફભાઈ ઘાંચી, કે.કે. પરમાર, માવજીભાઇ, નરેન્દ્રભાઈ પોપટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા