ઓબીસી અનામતના સરકારના નિર્ણયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને આવકાર્યો
વાંકાનેરના ઢુવા નજીક કારખાનામાં રમતા રમતા પાણીની ડોલમાં પડી ગયેલ ૧૦ મહિનાની બાળકી સારવારમાં
SHARE
વાંકાનેરના ઢુવા નજીક કારખાનામાં રમતા રમતા પાણીની ડોલમાં પડી ગયેલ ૧૦ મહિનાની બાળકી સારવારમાં
વાંકાનેર તાલુકાના ઢુવા અને લાકડધાર રોડ ઉપર આવેલ કંપનીમાં પાણીની ડોલમાં રમતા રમતા પડી જવાથી ૧૦ મહિનાની બાળકીને ઇજા થયેલ હતી જેથી કરીને તેને ઇજા થયેલ હોવાથી બાળકીને ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા અને લાકડધાર રોડ ઉપર આવેલ કનકોટ કંપની ખાતે રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રમેશભાઈ નાયકની ૧૦ મહિનાની દીકરી સોનામુની યુનિટમાં રમતા રમતા પાણીની ડોલમાં પડી જતા તેને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ બાળકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે, વાંકાનેર તાલુકા પોલીસની હદ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેર નગર શેરી નં-૨ માં રહેતા ભાનુશાળી જાગૃતીબેન ગંગારામભાઈ (૨૦) નામની યુવતી પોતાના બહેનના ઘરેથી એકટીવા લઈને પોતાના ઘર તરફ જતી હતી ત્યારે અન્ય વાહન ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ યુવતીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બધા અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા છે
બાઇક સ્લીપ
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ ગોકુળનગર શેરી નંબર-૧૧ માં રહેતા શાંતિભાઈ વશરામભાઈ ડાભી (૫૨) નામના આધેડ બાઈક લઈને રામજી મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગોકુળનગરમાં બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં ઇજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. પટેલ ચલાવી રહ્યા છે