વાંકાનેરના ઢુવા નજીક કારખાનામાં રમતા રમતા પાણીની ડોલમાં પડી ગયેલ ૧૦ મહિનાની બાળકી સારવારમાં
મોરબીની બ્લોસમ સ્કૂલમાં નંદ ઉત્સવ યોજાયો
SHARE
મોરબીની બ્લોસમ સ્કૂલમાં નંદ ઉત્સવ યોજાયો
મોરબીની બ્લોસમ સ્કૂલમાં નંદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શાળામાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી અને ખાસ કરીને સ્કૂલમાં કાનુડાના ઘર જેવું નંદ ભવન ઉભુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેમજ મટકી ફોડનો કાર્યક્રમ પીએન રાખવામા આવ્યો હતી ત્યારે બાળકો રાધા-કૃષ્ણના વસ્ત્રો પરિધાન કરીને સ્કૂલે આવ્યા હતા સાથે સાથે બેસ્ટ કૃષ્ણ અને યશોદા, બેસ્ટ રાધા અને તેની મમ્મી કોમ્પિટિશન રાખવામાં આવી હતી જેમાં બધા પરેન્ટ્સ ખૂબ ઉત્સાહ ભાગ લીધો હતો અને ગાયત્રીબેન મકવાણા, ડો.માયાબેન ભાડેસીયા, સોનલબેન દેસાઈ જજ તરીકે આવ્યા હતા અને સ્પર્ધાનાં અંતે વિજેતાઓને પ્રોત્સાહક પારિતોષિક આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાપનમાં સંસ્થાના સંચાલક નિમિષાબેન રાજેશભાઈ ભીમાણીએ જહેમત ઉઠાવી હતી.