મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં-માળીયામાં જુગારની ત્રણ રેડ: ૧૦ જુગારી ૪.૨૨ લાખના મુદામાલ સાથે પકડાયા, ત્રણ ફરાર


SHARE







મોરબી નજીક કારખાનામાં-માળીયામાં જુગારની ત્રણ રેડ: ૧૦ જુગારી ૪.૨૨ લાખના મુદામાલ સાથે પકડાયા, ત્રણ ફરાર

મોરબીના વાઘપર પીલુડી તરફ જતા રસ્તે કારખાનાની લેબમાં અને માળીયાના જખરીયા વાંઢ વિસ્તારમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે કુલ મળીને ૧૦ જુગારી પકડાયેલ છે તેની પાસેથી પોલીસે કુલ મળીને ૪,૨૨,૨૬૦ ના મુદામાલને કબજે કરેલ છે અને આ રેડ દરમ્યાન નાશી ગયેલા ત્રણ જુગારીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી તાલુકાના સોખડા ગામના પાટીયાની સામે વાઘપર પીલુડી તરફ જતા રસ્તા ઉપર આવેલ સીમ્પસન મીનરલ નામના કારખાનાની લેબની ઓફિસમાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી અને ત્યારે સ્થળ ઉપરથી પોલીસે કારખાનેદાર ભરતભાઈ ગોરધનભાઈ અઘારા (૪૮) રહે. શ્રીમદ રાજ સોસાયટી શેરી નં-૫ મોરબી, જયેશભાઈ રવજીભાઈ સવાડીયા (૩૭) રહે. શારદા સોસાયટી બ્લોક નં-૪ મોરબી, નિલેશભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા (૫૦) રહે. નીચી માંડલ સુથારવાસ શેરી મોરબી અને ઇશ્વરભાઇ રતિલાલ ભોરણીયા (૫૬) રહે. વિદ્યુત પાર્ક સોસાયટી વૃંદાવન પેલેસ ફ્લેટ નં-૪૦૧ રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૪.૧૧ લાખના મુદ્દામાલને કબજે કરેલ છે જોકે પોલીસને જોઈને સ્થળ ઉપરથી નાશી ગયેલા જુગારીઓમા રાજેશભાઈ કરસનભાઈ આદ્રોજા રહે. મોરબી, રણદીપભાઇ હરજીભાઈ કાવઠીયા રહે. મોરબી અને કલ્પેશભાઈ લાલજીભાઈ કાંજિયા રહે. મોટા દહીસરા ક્રિષ્ના નગર માળિયા વાળાનો સમાવેશ થાય છે જેથી કરીને આ ત્રણેય જુગારીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા તાલુકાના જખરીયા વાંઢ વિસ્તારમાં બાવળોની વચ્ચે જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા આદમભાઈ વલ્લીમામદભાઈ જેડા (૪૦) રહે. જખરીયા વાંઢ વિસ્તાર માળીયા, ઈકબાલભાઈ આમદભાઈ કટિયા (૪૧) રહે લોધીવાસ બાપુની ડેલી પાસે માળિયા, અબ્દુલભાઈ નુરમામદભાઈ ભટ્ટી (૫૫) રહે. જુના રેલ્વે સ્ટેશન પાસે માળિયા, સલીમભાઈ દાઉદભાઈ પઠાણ (૩૪) રહે નવા રેલ્વે સ્ટેશન પાસે માળિયા મીયાણા, કાનાભાઈ માધાભાઈ અખીયાણી (૨૯) રહે. કોળી વાસ માળીયા મિયાણા અને રફિકભાઈ સુભાનભાઈ સમાણી રહે. બાપુના ડેલા પાસે વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦,૮૦૦ ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો છે

વરલી જુગાર

માળીયા મીયાણાની મોટી બજારમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સાઉદિનભાઈ અકબરભાઈ જામ જાતે મિયાણા (૩૪) રહે. જુના બસ સ્ટેશન પાસે માળીયા મીયાણા વાળો મળી આવ્યો હોય પોલીસ તેની પાસેથી ૪૬૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને  આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News