મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

રક્ષાબંધનના દિવસે ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો: વાંકાનેર તાલુકામાં વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત


SHARE









રક્ષાબંધનના દિવસે ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો: વાંકાનેર તાલુકામાં વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામમાં રહેતા અને ખેતી કામ કરતા યુવાને થોડા દિવસો પહેલા ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે રહેતા વિશાલભાઈ કાળાભાઈ મારુ (૨૨) નામના યુવાને ગત તા. ૨/૮/૨૩ ના રોજ વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને ઝેરી અસર થઈ હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં તેની સારવાર ચાલુ હતી દરમિયાન સારવારમાં તેનું મોત નીપજયું છે જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે યુવાન ખેતી કામ કરતો હતો અને ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો જો કે, તેને ઝેરી દવા પી લીધી હોય તેની મોત નિપજતા ત્રણ બહેનોએ રક્ષાબંધનના દિવસે જ ભાઈને ગુમાવ્યો છે

બાળક સારવારમાં
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતેથી ટેલીફોનીક યાદી આવી હતી જેમાં શબ્બીરભાઇ સંજયભાઇ પાવરા (ઉમર દોઢ વર્ષ) ને તા.૩૦ ના રોજ સાડા સાત વાગ્યે ગાળા ગામના પાટીયા પાસે આવેલ ફિચર નામના કારખાનામાં રમતા રમતા સીડી ઉપરથી નીચે પડી જતા ઇજાઓ થવાથી સારવાર માટે લાવવામાં આવેલ છે.જે બાબતે નોંધ કરીને આગળની તપાસ તાલુકા પોલીસ મથકના જે.બી.પરમારને સોંપવામાં આવેલ છે.

યુવાન સારવારમાં
મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે, મોરબીની સરકારી હોસ્પિટલના ડો.અભિષેક શેરસીયાએ ટેલીફોનીક યાદી લખાવીને જણાવ્યું હતુ કે તા.૩૦ ના સવારે આઠેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામનાર પરસોતમભાઇ દેવજીભાઇ મકવાણા (ઉ.વ.૩૩) રહે.રફાળેશ્વર સામે પાનેલી રોડ તા.મોરબી ને પાનેલી ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સંજયભાઇ દ્રારા સારવારમા લાવવામાં આવેલ છે.જે બાબતે નોંધ કરીને તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.જે.કહાંગરાએ આગળની તપાસ હાથ ધરેલ છે




Latest News