મોરબીમાં કામે જવા માટેનું કહીને નીકળેલ યુવાન ગુમ, શોધખોળ ચાલુ વાંકાનેરના તરકીયા ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1600 લિટર આથા સાથે એક શખ્સ ઝડપાયો હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યએ નર્મદાની કેનલે કરેલ પેટ્રોલીંગમાં ધડાકો: ૨૦૦થી વધુ બકનળી-૧૫ થી વધુ ગેઇટ ખુલ્લા !


SHARE











મોરબીના ધારાસભ્યએ નર્મદાની કેનલે કરેલ પેટ્રોલીંગમાં ધડાકો: ૨૦૦થી વધુ બકનળી-૧૫ થી વધુ ગેઇટ ખુલ્લા !

મોરબી જીલ્લામાં નર્મદની ત્રણ કેનાલ આવે છે જો કે, છેવાડાના કમાન્ડ વિસ્તાર સુધી પાણી આવતું જ નથી જેથી કરીને મોરબી માળીયાના ધારાસભ્ય દ્વારા નર્મદની કેનાલ ઉપર અધિકારી અને પોલીસને સાથે રાખીને પાણી  ચોરીને રોકવા માટે પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું ત્યારે કેનાલમાથી પાણી ચોરી કરવા માટે માલવણથી હળવદ સુધીમાં ૧૫ થી વધુ ગેઇટને ખોલી નાખવામાં આવેલ જોવા મળ્યા હતા તેમજ એક કે બે નહીં પરંતુ ૨૦૦ જેટલી બકનળી જોવા મળી હતી જેથી કરીને નર્મદાનાં અધિકારીને પાણીની ચોરી કરનારાઓની સામે ફરિયાદો નોંધવા માટે ધારાસભ્યએ કહ્યું છે

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને માળીયા મિયાણા તાલુકાના છેવાડાના ગામના ખેડૂત આગેવાનો દ્વારા નર્મદા કેનાલમાં છેવાડાના કમાન્ડ વિસ્તાર સુધી પાણી આવતું ન હોવાથી પાણીનો ચોરી કે પછી પાણીનો બગાડ કયા થાય છે તે જોવા માટે કેનાલ ઉપર પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું ત્યારે નર્મદા નિગમના અધિકારી, પોલીસ સહિતનાઓ પણ સાથે હતા ત્યારે ઢાંકીથી માલવણ થઈને માળીયા તરફ આવતી નર્મદા બ્રાન્ચ કેનાલમાં પાણી તો પૂરતા પ્રમાણમા આપવામાં આવે છે તો પછી છેલ્લે કેમ પાણી આવતી નથી તે ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ઉપરવાસમાં બેફામ પાણી ચોરી અને પાણીનો બગાડ થતો હોવાનું સામે આવ્યું હતું ત્યારે ધારાસભ્યએ સિંચાઈની જરૂરત છે ત્યાં પાણી આવતુ નથી અને પાણીનો બગાડ કરવામાં આવે છે તે યોગ્યાં નથી એન સ્થાનિક ખેડૂતોના કહેવા મુજબ નર્મદાનાં અધિકારીઓની મિલીભગ્ત છે એટલા જ માટે આ ગેઇટ ખૂલી જાય છે અને બકનળીથી પાણી ખેચવામાં આવે છે અને માળીયાના ખેડૂતોને પાણી મળી રહ્યું નથી જેથી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ બેફામ પાણી ચોરી અને પાણીનો બગાડ કરનારાઓની સામે ગુના નોંધવા માટે જવાબદાર અધિકારીને સૂચના આપી હતી અત્રે ઉલેખનીય છે કેનર્મદા કેનાલ ઉપર પેટ્રોલીંગ દરમ્યાન ૨૦૦ થી વધૂ બકનળી અને ૧૫ જેટલા ગેઇટ ખુલ્લા જોવા મળ્યા હતા અને કેનાલમાં નીચેથી બોર કરીને પાણીનું બેફામ ચોરી કરવામાં આવી રહી છે વધુમાં ધારાસભ્યએ નર્મદાનાં અધિકારી  અને કોન્ટ્રાકટર ઉપર રૂપિયા લેતા હોવાની આક્ષેપ કરેલ છે અને માળીયા સુધી પાણી ગમે તેમ કરીને પહોચડવા માટે અધિકારીને આકરા શબ્દોમાં કહી દીધું છે






Latest News