ચણા-મમરાની જેમ હથિયાર મળે !: મોરબી યાર્ડ સામે બેઠેલા શખ્સની થેલીમાંથી એક પિસ્તોલ-બે તમંચા કબ્જે કરતી પોલીસે મોરબી નજીક હાઇવે રોડે રિક્ષાની રેસ કરતા શખ્સને પોલીસે પકડ્યો મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણ મોરબીમાં સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સદ્ગત માતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો ચગ પરિવાર માળીયા (મી) હોસ્પિટલમાં એકસરે મશીન બંધ, દવા-સ્ટાફ નથી, પીએમ રૂમમાં લાઇટ પણ નથી: આપના આગેવાને સીએમને કરી રજૂઆત વાંકાનેર નજીક વરમોરા ગ્રેનીટોમાં સ્વ. જીવરાજભાઈની પુણ્યતિથિએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 441 લોકોએ રક્તદાન કર્યું મોરબી નજીક અગાઉ ફાયરિંગ કરીને નીલગાયનો શિકાર કરવામાં પકડાયેલ શખ્સ હવે હથિયાર સાથે માળીયા (મી)માં પકડાયો મોરબી જીલ્લા પોલીસે કોમોમરેશન પરેડ યોજીને શાહિદ પોલીસ જવનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વાપરત નેચરલ ગેસ કરતાં પ્રોપેન ગેસ સસ્તો થાય તેવા સંકેત: ઉદ્યોગકારોની મૂંઝવણ વધી


SHARE













મોરબીના સિરામિક ઉદ્યોગમાં વાપરત નેચરલ ગેસ કરતાં પ્રોપેન ગેસ સસ્તો થાય તેવા સંકેત: ઉદ્યોગકારોની મૂંઝવણ વધી

મોરબીમાં સીરામીક પ્રોડક્ટના ઉત્પાદન માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે આ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રતિ કયુબિક મીટર ગેસના ભાવમાં રૂપિયા ૨.૬૫ નો વધારો કરવામાં આવ્યો છે જેથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થયેલ છે તેની સાથોસાથ પ્રોપેન ગેસ અને એલપીજી ગેસમાં ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવી હતી તેને હટાવવામાં આવી છે જેથી કરીને હવે પ્રોપેન ગેસ સસ્તો થાય તેવા સંકેત મળી રહ્યા છે જેથી કરીને પ્રોપેન ગેસની માંગમાં વધારો થશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે

મોરબી સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો વપરાશ અગાઉ દૈનિક ૭૦ લાખ ક્યુબીક મીટરથી વધી ગયો હતો જો કે, છેલ્લા માહિનામાં ગુજરાત ગેસ કંપનીના ગેસ કરતાં પ્રોપેન ગેસ સસ્તો પડતો હોવાથી ઘણા ઉદ્યોગકારોએ તેના કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કરી દોધો છે જેથી કરીને હાલમાં ગુજરાત ગેસ કંપનીના ગેસની ડિમાન્ડ ઘણી ઘટી ગયેલ છે અને છેલ્લે મળેલ માહિતી મુજબ લગભગ ૪૦ લાખ ક્યુબિક મીટર ગેસનો દૈનિક વપરાશ હાલમાં થઈ રહ્યો છે હાલમાં ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં ૨.૬૫ રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થશે તેવું ચર્ચાઇ રહ્યું છે

જો કે, કેન્દ્ર સરકાર દ્વારા ૧ જુલાઈથી પ્રોપેન ગેસ અને એલપીજી ગેસમાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કર્યો હતો અને જે ઈમ્પોર્ટ ડ્યુટી ૨.૫૦ ટકા હતી તે સીધી જ ૧૨.૫૦ ટકા કરી દેવામાં આવી હતી પરંતુ હાલમાં જે માહિતી મળી રહી છે તે મુજબ પ્રોપેન ગેસ અને એલપીજી ગેસમાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં લગાવવામાં આવી હતી તેને સરકાર દ્વારા હટાવવામાં આવી છે જેથી કરીને સિરામિક ઉદ્યોગકારો હાલમાં મુઝવણમાં મુકાઇ ગયા છે કેમ કે, જુલાઇ મહિનાથી જે પ્રોપેન અને એલપીજી ગેસના ભાવો ઈમ્પોર્ટ ડ્યુટી વધવાના લીધે વધારો થયેલ હતો તેમાં મોટી રાહત થશે 

આટલું જ નહીં પરંતુ આજની તારીખે ગુજરાત ગેસ દ્વારા જે નેચરલ ગેસ આપવામાં આવે છે તેના ભાવ કરતાં મોરબીમાં પ્રોપેન અને એલપીજી ગેસનો ભાવ નીચો રહે તેવા સંકેત મળી રહ્યા છે આજની તારીખે મોરબીમાં લગભગ ૩૫ લાખ કયુબિક મીટરથી વધુ જુદાજુદા કારખાનામાં પ્રોપેન ગેસ અને એલપીજી ગેસનો વપરાશ થાય છે ત્યારે મોરબીના ઉદ્યોગકારોને બજારમાં ટકી રહેવા નાતે જે ગેસ સસ્તો હોય તેનો ન છૂટકે ઉપયોગ કરવો પડે તેમ છે ત્યારે ગુજરાત ગેસ સાથે કરાર કરનારા ઉદ્યોગકારોને પણ પ્રોપેન ગેસ અને એલપીજી ગેસ તરફ વળવું પડે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે




Latest News