મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા સહિતના ગામોને મચ્છુ -૧ ડેમમાથી સિંચાઈનુ પાણી આપવાની ધારાસભ્યને રજૂઆત


SHARE







ટંકારાના હડમતિયા સહિતના ગામોને મચ્છુ -૧ ડેમમાથી સિંચાઈનુ પાણી આપવાની ધારાસભ્યને રજૂઆત

ટંકારા તાલુકાના સેક્શન-૨ માં આવતા ગામડાઓ જેવા કે હડમતિયા, લજાઈ, ઘુનડા, સજનપર, કોઠારીયા જેવા અનેક ગામોને સિંચાઈ નું  મચ્છુ -૧ ડેમની નહેર વાટે પાણી આપવા અમારી માંગણી છે. આ પહેલાની અમારી જુની માંગણી એ છે કે સેક્શન-૨ સુધી  ૬ કિલોમીટર પાઈપ લાઈન નાખીને નીચેના ગામોને પાણી પહોંચાડવામાં આવે  અનેક ગામના ખેડુતોના પાક મુરઝાઈ રહ્યા છે ત્યારે મોરબી સિંચાઈ વિભાગના ડેપ્યુટી ઈજનેર શ્રી ભોરણીયા સાહેબને તેમજ ટંકારા - પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને આવેદનપત્ર આપી વહેલી તકે પાણી છોડવા માટે વિનંતી કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ચાલુ વર્ષે વરસાદ ખેચાયો છે જેથી કરીને ખેડુતોનો પાક ઉપર સંકટ ઊભું થયું છે ત્યારે મચ્છુ -૧ ડેમમાંથી ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપવામાં આવે તેવી ટંકારા તાલુકાના ખેડૂતોએ મોરબી સિંચાઈ વિભાગ કચેરી તેમજ ટંકારા - પડધરી વિસ્તારના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયાને આવેદનપત્ર આપી વહેલી તકે પાણી છોડવા રજૂઆત કરી છે. ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને બચાવવા માટે સિંચાઈના પાણીની જરૂર છે ત્યારે પાણી ન મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જેથી કરીને વહેલી તકે મચ્છુ-૧ ડેમની કેનાલ સાફ સફાઈ કરી સિંચાઇ માટેનું પાણી છોડાવવામાં આવે તેવી માંગ કરેલ છે ત્યારે આ પ્રસંગે લજાઈ ગામના આગેવાન બળવંતભાઈ કોટડીયા, સજનપરના કેશવજીભાઈ રૈયાણી, હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન રાણસરીયાના પતિ પંકજભાઈ રાણસરીયા, મગનભાઈ કામરીયા, ભીખાભાઈ ડાકા, પ્રવિણભાઈ ડાકા, ગ્રામપંચાયત સદસ્ય અશોકભાઈ સગર, જગદીશભાઈ સિણોજીયા તેમજ ધુનડાના ઘનુભા હાજર રહ્યા હતા






Latest News