મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

પ્રમાણિકતા: મોરબીમાં ઓમશાંતિ વિદ્યાલયના સ્ટાફે રોકડા છ લાખ મૂળ માલિકને પરત કર્યા


SHARE







પ્રમાણિકતા: મોરબીમાં ઓમશાંતિ વિદ્યાલયના સ્ટાફે રોકડા છ લાખ મૂળ માલિકને પરત કર્યા

કર ભલા તો હોગા ભલા વાક્યને ઈશ્વરે મહોર મારી સત્ય સાબિત કરતો કિસ્સો મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઓમ શાંતિ વિદ્યાલયમાં ગત શનિવાર તા ૨૫ ના રોજ બનેલ હતો જેમાં ઓફિસમાં સિનિયર ક્લાર્ક દવે દિવ્યેશભાઈ કૃષ્ણકાંતના ટેબલ આગળ એક થેલો પડ્યો હતો જે ખોલીને જોતાં તેમાં મોટી રકમ  હતી માટે કોણ ભૂલી ગયું? તે પ્રશ્ન હતો કેમ કે, શાળાની મુલાકાતે ઘણા વાલી આવેલ હતા

જેથી સ્ટાફની સૂઝબૂઝથી મૂળ માલિક શોધી લેવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા અને  કિશનભાઇ કે, જેઓ સેવાભાવી વ્યક્તિ છે અને શાળાએ એક વિદ્યાર્થિનીએ ફી ભરવા માટેના સેવાના કાર્ય માટે આવેલ હતા તેઓ ઓમશાંતિ વિદ્યાલયમાં જ રોકડ ભરેલો થેલો ભૂલી ગયા હતા પરંતુ જેમના હૃદયમાં “વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે” પંક્તિ અંકિત થયેલ હોય તેના પર ઈશ્વરની મહેર હોય તે સાબિત થયું છે અને ઓમશાંતિ વિદ્યાલયના સ્ટાફ દ્વારા તેઓનો રોકડ રકમ ભરેલો થેલો તેઓને પરત આપી દેવામાં આવેલ છે જેથી ઉપાધ્યાય કિશનભાઇ ઓમશાંતિ વિદ્યાલયના સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ હતી 






Latest News