પ્રમાણિકતા: મોરબીમાં ઓમશાંતિ વિદ્યાલયના સ્ટાફે રોકડા છ લાખ મૂળ માલિકને પરત કર્યા
મોરબીમાં રહેતી પરિણીતાને ખાધા ખોરાકીની રકમ ન આપનારા પતિને ૮૦ દિવસની સજા
SHARE









મોરબીમાં રહેતી પરિણીતાને ખાધા ખોરાકીની રકમ ન આપનારા પતિને ૮૦ દિવસની સજા
મોરબી રહેતી પરણીતાએ ૮ માસની ચડત ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો અને કોર્ટે મહિલાને રકમ ચૂકવવા માટે આદેશ પણ કર્યો હતો જો કે, ભારણ પોષણની રકમ નહીં ચુકવનાર વાંકાનેરમાં રહેતા તેના પતિને કોર્ટે ૮૦ દિવસની સજા ફટકારી છે
મોરબીના વાવડી ગામે આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા નયનાબેન રમેશભાઈ બારોટના લગ્ન વાંકાનેરના ગોડાઉન રોડ ઉપર રહેતા સુરજિતભાઈ ભગવતીપ્રસાદ રાવલ સાથે થયા હતા. અને વર્ષો ૨૦૧૯ માં ભારણ પોષણ માટે નયનાબેને કોર્ટમાં કેસ કર્યો હતો અને કોર્ટે સુરજિતભાઈ રાવલને દર મહિને ૫૦૦૦ ખાધા ખોરાકીની રકમ ચૂકવવા માટે આદેશ કર્યો હતો જો કે, તે રકમ આઠ મહિનાથી ચૂકવી ન હતી જેથી કરીને ન્યાય માટે ભારણ પોષણની રકમ નહીં ચુકવનાર મહિલાના પતિ સામે અરજી કરી હતી જેને ધ્યાને લઈને ફેમેલી કોર્ટે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૪૧૮ (૨), ૧૦(૩) મુજબ વાંકાનેરમાં રહેતા મહિલાના પતિને કોર્ટે ૮૦ દિવસની સજા ફટકારી છે આ કેસમાં મહિલાના વકીલ ભાવેશભાઈ ડી. ફૂલતરિયા રોકાયેલા હતા
