મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના રાતાભેર-માળીયા (મી)ના કુંતાસીમાં જુગારની રેડ: બે મહિલા સહિત ૧૨ જુગારી પકડાયા, બે ફરાર


SHARE









હળવદના રાતાભેર-માળીયા (મી)ના કુંતાસીમાં જુગારની રેડ: બે મહિલા સહિત ૧૨ જુગારી પકડાયા, બે ફરાર

હળવદ તાલુકાનાં રાતાભેર ગામે અને માળીયા મીયાણા તાલુકાના કુંતાસી ગામે જુગારની બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને બે મહિલા સહિત ૧૨ જુગારીને ૧.૨૭ લાખની રોકડ સાથે પકડ્યા હતા જો કે, રાતભેરમાં રેડ કરી ત્યારે બે જુગારી નાશી ગયા હોય તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાતાભેર ગામે રહેતા ધનુબેન રજપૂતના ઘરે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાં જુગાર રમતા ધનુબેન ધીરુભાઈ પરમાર (૪૦), જ્યોત્સનાબેન જયંતીભાઈ માલકીયા (૩૦), રવિભાઈ વિનોદભાઈ ઇન્દરિયા (૨૫), ધનજીભાઈ કાળુભાઈ કોલદરા (૪૩), દેવરાજભાઈ ભવનભાઈ કુણપરા (૨૩) અને જીવણભાઈ મનજીભાઈ સોલંકી (૪૯) રહે. બધા રાતાભેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧,૦૯,૫૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસે જ્યારે જુગારની રેડ કરી હતી ત્યારે વિજયભાઈ ખોડાભાઈ કુણપરા અને વિનોદભાઈ મેરાભાઈ પરાઠિયા રહે બંને રાતાભેર વાળા નાશી ગયા હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

માળીયા મીયાણા તાલુકાના કુંતાસી ગામે નવા પ્લોટ વિસ્તારમાં અજવાળે જુગાર રમતા આવવાની હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા બાવજીભાઈ પુંજાભાઈ ભોયા (૪૦), નરેન્દ્રભાઈ કાનજીભાઈ ભાડીજા (૩૫), ચંદ્રેશભાઇ મનજીભાઈ મીનપરા (૪૦), જયસુખભાઈ કાનજીભાઈ ભાડજા (૪૫), મનીષભાઈ અવચરભાઈ કુંડારીયા (૪૪) અને જયદીપભાઇ કાંતિભાઈ કુંડારીયા (૨૬) રહે. બધા કુંતાસી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૭,૫૦૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News