મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડેથી બાઈકની ચોરી કરનાર શખ્સ ચોરાઉ બાઇક સાથે પકડાયો


SHARE









મોરબીના પંચાસર રોડેથી બાઈકની ચોરી કરનાર શખ્સ ચોરાઉ બાઇક સાથે પકડાયો

મોરબીના પંચાસર રોડ ઉપર પ્રમુખસ્વામી સોસાયટીની પાછળ હરી દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને પંચાસર રોડ ઉપર ટ્રાન્સપોર્ટની પાછળની શેરીમાંથી બાઇક પાર્ક કરીને મૂક્યું હતું તે બાઈકની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી હતી જેથી કરીને ૧૦ હજારના બાઈકની ચોરી થયેલ હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં ચોરાઉ બાઈક સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીની પાછળ હરી દર્શન એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૭૦૨ માં રહેતા ચુનીભાઇ મોહનભાઈ બોડીયા જાતે પટેલ (૪૮)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રવીણ વિજયભાઈ મારુણિયાની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે મોરબીના  પંચાસર રોડ ઉપર નારણજી પેરાજી ટ્રાન્સપોર્ટની પાછળની શેરીમાં ફોરેવર સોડાના કારખાના દરવાજા પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩ બીજી ૪૨૬૮ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ૧૦ હજારના બાઈકની ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપી પ્રવીણભાઈ વિજયભાઈ મારુણીયા જાતે કોળી (૧૯) રહે.ખમીસાણા રોડ વડનગર ધોડીધજા ડેમ સામે હુડકો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ બાઈક કબજે કરી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News