મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે પેપર મીલમાં દાદરા ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે પેપર મીલમાં દાદરા ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ પેપર મીલમાં નવી બનતી ઓડિ પાસે દાદરા પરથી નીચે પટકાયેલા યુવાનને સારવાર માટે મોરબીથી રાજકોટ અને ત્યાંથી અમદાવાદ લઈને ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મજૂર યુવાનનું સારવારમાં મોત નીપજ્યું છે જેથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીક રફાળેશ્વર ગામ પાસે આવેલ સરજુ પેપર મીલમાં ઓરડીમાં દસ પંદર ફૂટના દાદરા ઉપરથી નીચે પટકાયેલા મૂળ યુપીના રહેવાસી અને હાલમાં સરજુ પેપર મિલની ઓરડીમાં રહેતા ભોયાલાલ રામભવન રોહિતદાસ (૪૧) ને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી માટે તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા ભોયાલાલ રોહિદાસનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને ચુનીલાલ હીરાલાલ રોહિતદાસ (૩૧) રહેહાલ સરજુ પેપર મીલ વાળાએ જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવવાની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News