મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં ૧૮,૦૦૦ની રોકડ સાથે નવ ઝડપાયા
મોરબીના માધાપરમાં ઘરે પહેલા માળેથી નીચે પટકાયેલા આધેડનું સારવારમાં મોત
SHARE









મોરબીના માધાપરમાં ઘરે પહેલા માળેથી નીચે પટકાયેલા આધેડનું સારવારમાં મોત
મોરબી શહેરના માધાપર વિસ્તારમાં શેરી નં-૨૨ ની અંદર રહેતા આધેડે પોતાના ઘરે પહેલા માળેથી કોઈ કારણોસર નીચે પટકાયા હતા જેથી કરીને તેઓને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને અમદાવાદ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેમનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના માધાપરા શેરી નં-૨૨ ની અંદર રહેતા વનરાજસિંહ નટુભા ઝાલા (૫૦) પોતાના ઘરે પહેલા માળેથી નીચે પટકાયા હતા જેથી તેઓને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ જલારામ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાંથી સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન આધેડનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવના કાગળો અમદાવાદથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા પોલીસે હાલમાં અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
