મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના નવા રાજાવડલામાં જુગાર રમતા બે મહિલા સહિત કુલ ચાર જુગારી પકડાયા


SHARE







વાંકાનેરના નવા રાજાવડલામાં જુગાર રમતા બે મહિલા સહિત કુલ ચાર જુગારી પકડાયા

વાંકાનેરના નવા રાજાવડલા ગામે રામાપીર મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી જ્યારે સ્થળ ઉપરથી બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૨,૯૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ નવા રાજાવડલામાં રામાપીર મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની વાંકાનેર સિટી પોલીસની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ભરતભાઈ અમૃતભાઈ ચાવડા (૩૫), કિશોરભાઈ નરસિંગભાઈ ડેડાણીયા (૩૬), ડાહીબેન દાડમસિંગ સોલંકી (૪૨) અને કિરણબેન રમેશભાઈ છત્રોટીયા (૨૫) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૨,૯૦૦ ની રોકડ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પીધું
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ લાયન્સનગરમાં રહેતા મધુબેન વિક્રમભાઈ વિકાણી જાતે દેવીપુજક (૨૦) નામની મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા કરી રહ્યા છે અને મહિલાનો લગ્ન ગાળો ૧૦ માસનો હોય તેને કયા કારણોસર ફિનાઇલ પીધું હતું તે દિશામાં તપાસ ચાલુ છે






Latest News