મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાને દીકરા માટે પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ


SHARE









મોરબીમાં પરિણીતાને દીકરા માટે પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં યદુનંદન-૧૯ શેરી નં-૨ માં રહેતી મહિલાને સંતાનમાં એક દીકરી હોય દીકરા માટે થઈને તેને પતિ સહિતના સાસરિયાંઑ હેરાન પરેશાન કરતાં હતા અને દુખત્રાસ આપતા હતા જેથી કરીને પરણીતા દ્વારા મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ચાર્મીબેન વિશાલભાઈ રાચ્છ જાતે લોહાણા વિશે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ વિશાલભાઈ કિરીટભાઈ રાચ્છ, સસરા કિરીટભાઈ રતિલાલ રાચ્છ, સાસુ મીનાબેન કિરીટભાઈ રાચ્છ રહે. ત્રણેય સત્યમ પાન વાળી શેરી યદુનંદન ૧૯ શેરી નં-૨ તથા નણંદ સોનલબેન વિપુલભાઈ કારીયા રહે. જૈન સોસાયટી આયુષી ૩૧ રામ મંદિરની સામે જામનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓ તેને ઘરકામ બાબતે અને કરિયાવર બાબતે મેણાં ટોણાં મારતા હતા અને તેને સંતાનમાં એક દીકરી હોય દીકરા માટે થઈને હેરાન પરેશાન કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જે બાબતે હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ઝેરી દવા પીધી
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ મીતાણા ગામ પાસે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ઉદયસિંગ મુન્નાભાઈ નાયકા (૫૦) નામના આધાડે કોઈ કારણોસર વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી જો કે, આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે




Latest News