મોરબીના ચકમપર ગામે ડિમોલેશન ન કરવા કલેક્ટરને રજૂઆત
SHARE
મોરબીના ચકમપર ગામે ડિમોલેશન ન કરવા કલેક્ટરને રજૂઆત
મોરબી તાલુકાના ચકમપર ગામના કોળી સમાજના આગેવાનો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ જેમાં જણાવ્યુ છે કે, ચકમપર ગામમાં વર્ષોથી કોળી સમાજના લોકો પોતાના પરીવાર સાથે રહે છે અને તમામ આધાર પુરાવા, રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ લાઇટ બીલ, વેરા પહોચ જેવા સરકાર માન્ય ડોક્યુમેન્ટ અને આધાર પુરાવા હોવા છતા મકાન પાડવા માટે પંચાયત તરફથી નોટિસ આપવામાં આવેલ છે જેના અનુસંધાને મોરબી જિલ્લા કલેક્ટરને હાલમાં મકાન પાડવા નહીં તેવી રજૂઆત મોરબી જિલ્લા ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલાની આગેવાનીમાં કરવામાં આવી છે