મોરબીના નાગડાવાસ પાસે મહિલા ફોરેસ્ટ ઓફિસર ઉપર હુમલો કરનારા બે શખ્સોની સામે ગુનો નોધાયો
SHARE
મોરબીના નાગડાવાસ પાસે મહિલા ફોરેસ્ટ ઓફિસર ઉપર હુમલો કરનારા બે શખ્સોની સામે ગુનો નોધાયો
મોરબી માળીયા હાઇવે ઉપર નાગડાવાસ નજીક ગુજરાત ગેસ કંપનીની લાઇન નાખવાની કામગીરી ચાલુ છે ત્યાં વૃક્ષો કાપવામાં આવે છે તેવી મહિલા ફોરેસ્ટ ઓફિસરને ફોનથી જાણ કરવામાં આવી હતી જેથી કરીને તેઓ ત્યાં ગયા હતા ત્યારે એક શખ્સે તેઓની ઉપર હુમલો કર્યો હતો હતો જેથી અધિકારીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવમાં હાલમાં મહિલા અધિકારી બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહિલા ફોરેસ્ટ ઓફિસર સોનલબેન નાનુભાઈ શિલુને ફોન ઉપર નાગડાવાસ નજીક ગુજરાત ગેસ કંપની દ્વારા લાઈન નાખવાનું કામ ચાલુ છે ત્યાં વૃક્ષો કાપવામાં આવે છે તેવો ફોન આવ્યો હતો જેથી કરીને તેઓ ત્યાં ગયા હતા અને સ્થળ ઉપર કોઈ વૃક્ષો કાપવામાં આવતા ન હતા બીજી તરફ ત્યાં ઉભેલા માથાભારે શખ્સે ત્યાં ગેસ કંપનીનું કામ કરી રહેલા વ્યક્તિની સાથે માથાકૂટ કરી હતી જેથી કરીને મહિલા ફોરેસ્ટ ઓફિસર સોનલબેન શિલુ દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં તેનું વિડીયો શૂટિંગ કર્યું હતું જેથી કરીને તે શખ્સે મહિલા અધિકારી ઉપર હુમલો કરેલ હતો અને જપજપી કરી હતી ત્યાર બાદ મહિલા અધિકારીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરેલ હતી અને હાલમાં મોરબીના લાલબાગમાં રહેતા મહિલા અધિકારી સોનલબેન નાનુભાઇ શીલુ જાતે બ્રાહ્મણ (૩૬)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વસંતભાઇ રાઠોડ અને જયેશભાઇ ગગુભાઇ મિયાત્રા રહે. બન્ને જુના નાગડાવાસ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે