મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટંકારાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા 


SHARE









મોરબી જિલ્લાના ટંકારાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા 

મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં ૧૦ વર્ષની બાળાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને મોરબી સ્પેશિયલ પોકસો કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે

આ કેસની સરકારી વકીલ પાસેથી મલ્ટી માહિતી મુજબ મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં મજૂરી કામ માટે આવેલા પરિવારની ૧૦ વર્ષની દીકરીનું તા. ૭/૭/૧૭ ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું અને કારખાનામાં કામ કરતો આરોપી મોલુંરામ નાનુંરામ ડાવર તેને લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું અને તે સગીરાની સાથે તેને દુષ્કર્મ આચર્યું હતું જેથી સગીરાના પરિવારે ટંકારામાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. જે કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એન.ડી. કારીઆ અને એસ.સી. દવેની દલીલો અને ૮ મૌખિક તેમજ ૨૭ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે અને વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ ૨,૬૨,૫૦૦ આપવા માટે હુકમ કરેલ છે




Latest News