મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

હળવદમાં સગીરા સાથે દુષ્કર્મ આચારીને કુંવારી માતા બનાવનારા આરોપીની ધરપકડ


SHARE







હળવદમાં સગીરા સાથે દુષ્કર્મ આચારીને કુંવારી માતા બનાવનારા આરોપીની ધરપકડ

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સમાજ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવેલ છે જેમાં સગીરાની તેના પરિવારે સામસામી સગાઈ કરાવી હતી જો કે, કોઈ કારણોસર સગાઈ તૂટી ગયેલ છે પરંતુ સગાઇ થયા તેની સાથે યુવાને શરીર સંબંધ બાંધ્યો હતો જેથી તેને ગર્ભ રહી ગયો હતો અને તે સગીરાએ બાળકને જન્મ આપેલ છે ત્યારે હાલમાં કુંવારી માતા બનેલ સગીરાના પરિવારજને દુષ્કર્મ આચારનારની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકામાં રહેતા પરિવારના દીકરી અને દીકરીની સગાઈ તેના જ સમાજના પરિવારના યુવક-યુવતી સાથે સમસાટું (સામે સામે) કરવામાં આવી હતી જો કે, કોઈ કારણોસર તે સગીરા અને તેના ભાઈની જે યુવક અને યુવતી સાથે સગાઈ કરવામાં આવી હતી તે સગાઈ તૂટી ગઈ હતી જો કે, સગારીની સાથે જયા સુધી સગાઈ રહી હતી ત્યાં સુધીમાં યવકે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો જેથી કરીને સગીરા ગર્ભવતી બની હતી અને તા. ૧૫-૯ ના રોજ તે સગીરાએ એક દીકરીને જન્મ આપ્યો છે જો કે, સગીરાના પરિવારજને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી મહેશ ઉર્ફે ગોપાલ (૨૪)ની ધરપકડ કરેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી મહેશ ઉર્ફે ગોપાલ સામે પાંચ શરીર સબંધી અને બે પ્રોહિબિશનના ગુના હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે હાલમાં પોલીસે આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News