ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી પાસે અગાઉ થયેલા મર્ડરનું વેર વાળવા ચાલુ ગાડીએ યુવાનની કાર ઉપર જોટામાથી ફાયરિંગ


SHARE











મોરબીની પીપળીયા ચોકડી પાસે અગાઉ થયેલા મર્ડરનું વેર વાળવા ચાલુ ગાડીએ યુવાનની કાર ઉપર જોટામાથી ફાયરિંગ: પાંચ શખ્સો સામે નોંધાયો ગુનો

મોરબીની પીપળીયા ચોકડીથી આમરણ જવાના રસ્તા ઉપર ચાલુ ગાડીએ યુવાન અને તેની સાથે બેઠેલ વ્યક્તિ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તારાણા ગામે અગાઉ થયેલ મર્ડરનું વેર વાળવા માટે તેઓની કાર ઉપર ચાલુ કારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છ

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જોડિયા તાલુકાનાં તારાણા ગામે રહેતા વિપુલભાઈ લક્ષ્મણભાઈ પીઠમલ (38)એ હાલમાં સાધાભાઇ ભલૂભાઇ, હમીરભાઇ મેપાભાઇ, ભલુભાઈ મોહનભાઇ અને કાનાભાઇ હમીરભાર તારાણા તાલુકો જોડીયા તેમજ ભરતભાઇ બચુભાઇ કુભારવાડીયા રહે, ફડસર તાલુકો મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીની પીપળીયા ચોકડીથી આમરણ જવાના રસ્તા ઉપર તે ગાડી લઈને જતાં હતા ત્યારે તેની ગાડી ઉપર તા ૨૬/૯ ના રોજ ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેઓને પોલીસને જણાવ્યુ છે કે, તેના કાકા મેપાભાઇ માંડણભાઇને આરોપી સાધાભાઇ ભલૂભાઇ સાથે જી.ઇ.બી.ના થાંભલા ખેતરમાં નાખવા બાબતે તારાણા ગામે બોલાચાલી ઝધડો થયેલ હત અને મારામારી થઈ હતી ત્યારે સાધાભાઇ ભલૂભાઇના ભાઇ વાસુરભાઇનું મર્ડર થઇ ગયેલ હતો જે બાબતનો ખાર રાખી તમામ આરોપીઓએ કાળા કલરની ક્રેટા ગાડીમાં આવીને સાધાભાઇ ભલૂભાઇએ પોતાની લાયસન્સ વાળા હથીયાર જોટા વડે ફરીયાદી તથા હિરાભાઇ સ્વિફટ ગાડી નંબર જીજે ૩ કેસી ૬૯૬૭ માં જતા હતા ત્યારે આરોપીએ જોટા વડે મારી નાખવાના ઇરાદે ત્રણ થી ચાર રાઉન્ડ ફાયરીગ કર્યા હતા જેમાં એક રાઉન્ડ સ્વીફટ ગાડીના ડ્રાઇવર સાઇડના કાચમા ફાયરીગ કરી કાચ તોડી હિરાભાઇ બેઠેલ હતા તેની ખાલી સાઇડની શીટ પાસેના દરવાજા અંદર રાઉન્ડ ધુસી જઇ બહાર નીકળી હતી હાલમાં પોલીસે યુવાનની ફરિયાદ લઈને આઇપીસી કલમ ૩૦૭, ૧૪૩,૧૪૯, ૪૨૭ તથા આર્મસ એક્ટ કલમ રપ – (બી) એ ૩૦ તથા જી.પી એક્ટ કલમ ૧૩પ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News