હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રિક્ષા વાળાને માર મારતા જમદારને સમજાવવા ગયેલા પાલિકાના માજી સભ્યને જાનથી મારી નાખવાની ધમકી


SHARE









વાંકાનેરમાં રિક્ષા વાળાને માર મારતા જમદારને સમજાવવા ગયેલા પાલિકાના માજી સભ્યને જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેરમાં પોલીસ જમાદાર રિક્ષાવાળા સાથે બોલાચાલી કરીને ગાળો આપી માર મારતો હતી જેથી રિક્ષા વાળાએ વાંકાનેર નગરપાલિકાના માજી સભ્યને ફોન કરતાં તે ત્યાં આવ્યા હતા અને ઝઘડો ન કરવા માટે અને માર ન મારવા માટે સમજાવ્યું હતું ત્યારે પોલીસ જમાદારના સગાએ પાલિકાના માજી સભ્યના ફોન ઉપર ફોન કરીને “હું હમીર ભગતનો છોકરો કુંભારપરામાંથી બોલું છું શું કાંઈ હવા આવી ગઈ છે તમે ગમે એની ઉપર હાલી જાઓ છો” તેવું કહીને ધમકી આપી હતી અને ત્યારબાદ પાલિકાના માજી સભ્ય ટાઉનહોલ પાસે બેઠા હતા ત્યારે આવીને “અમારા જમાઈને ફરી ક્યારેય કાંઈ કીધું છે તો તને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી જેથી હાલમાં આ બનાવ સંદર્ભે વાંકાનેર પાલિકાના માજી સભ્ય દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં ચાવડી ચોક પાસે આવેલ બહુચરાજી શેરીમાં રહેતા વાંકાનેર નગરપાલિકાના માજી સભ્ય રાજ કેતનભાઇ સોમાણી જાતે લોહાણા (૩૩)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સુભાષ હમીરભાઈ હણ રહે. કુંભારપારા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાના ઘરે હતો ત્યારે તેને કાનાભાઈ દાનાભાઈ ગમારા રહે. ભરવાડપરા વાંકાનેર વાળાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તે વાંકાનેરના માર્કેટ ચોક પાસે સીએનજી રીક્ષા લઈને ઉભો હતો ત્યારે વિજય કરોતરા પોલીસ જમાદારે તેની સાથે માથાકૂટ કરીને અપશબ્દ કહયા હતા અને માર માર્યો હતો તેવું ફરિયાદી પોતાના ઘરેથી વાંકાનેર માર્કેટ ચોકે આવેલ ત્યારે વિજય જમાદાર તથા કાનાભાઈ ગમારા તે બંને ત્યાં હાજર હતા અને બીજા માણસો પણ હાજર હતા ત્યારે કાનાભાઈ સાથે વાતચીત કરી વિજયભાઈ જમાદારને તેની સાથે ખોટી રીતે બોલાચાલીને ઝઘડો નહીં કરવા અને માર નહીં મારવા માટે સમજાવ્યું હતું દરમ્યાન તેના મોબાઇલ ફોન ઉપર ફોન આવ્યો હતો અને જેમાં સામેથી બોલતા વ્યક્તિએ “હું હમીર ભગતનો છોકરો કુંભારપરામાંથી બોલું છું શું કાંઈ હવા આવી ગઈ છે તમે ગમે એની ઉપર ચાલી જાવ છો” જેથી ફરિયાદીએ જવાબ આપતા તેને કહેલ કહે “તો ફેસ ટુ ફેસ હવા કાઢવી હોય તો થઈ જાવ”. ત્યારે ફોન ઉપર વાત કરતા શખ્સે કહ્યું હતું કે “અમારા જમાઈ સાથે શું કરવા ઝઘડો કરો છો તમે માર્કેટ ચોકમાં છો ને હું ત્યાં આવું છું” તેમ કહી ફોન કાપી નાખ્યો હતો અને થોડીવાર બાદ જ્યારે ફરિયાદી ટાઉન હૉલ પાસે બેઠા હતા ત્યારે ત્યાં હમીર ભગતનો છોકરો સુભાષ હમીરભાઈ હણ આવ્યો હતો અને તેણે ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો આપી હતી અને અમારા જમાઈ વિજયભાઈ જમાદારને ફરી ક્યારેય કાંઈ કીધું છે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી ત્યારે ફરિયાદી અને આરોપીની વચ્ચે બોલાચાલી અને ઝઘડો થવા લાગતાં ત્યાં માણસો ભેગા થઈ ગયા હતા જેથી કરીને સુભાષ હમીરભાઈ ત્યાંથી ચાલ્યો ગયો હતો હાલમાં ભોગ બનેલા પાલિકાના માજી સભ્ય દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News